- 150 જેટલી પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવશે
- મહત્વના પર્યટન સ્થળને જોડતી ટ્રેન ભાડે આપશે રેલવે વિભાગ
- ટૂર ઑપરેટર પોતાની રીતે ભાડું નક્કી કરી શકશે
અમદાવાદ: સરકારી સેવાઓમાં ખાનગીકરણ (privatization of government services in india) થઈ રહ્યું છે. તેમાં રેલવે પણ સામેલ છે. રેલવે દ્વારા પહેલા જ 150 જેટલી પ્રાઇવેટ ટ્રેન (indian railways private train) ચલાવવાની વાત કરવામાં આવી છે. હવે રેલવે મહત્વના પર્યટન સ્થળને જોડતી 'ભારત ગૌરવ' ટ્રેન (Bharat Gaurav Train) ભાડે આપી રહ્યું છે.
ટુરિઝમ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે સારી તક
ટુરિઝમ ક્ષેત્રના વ્યાવસાયિકો બસ, ટ્રેન અને પ્લેનનું બુકિંગ કરતા હતા, પરંતુ હવે તેઓ સમગ્ર ટ્રેન ભાડા ઉપર લઇ શકશે અને પોતાની આવશ્યકતા અનુસાર રૂટનું નિર્ધારણ પણ કરી શકશે. આ વિશે વધુ માહિતી આપતા અમદાવાદ મંડળના રેલવે મેનેજર તરુણ જૈને જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ (tourist destinations near ahmedabad)માં આવતા પર્યટન સ્થળો જેમ કે ભુજ, વડનગર, ગાંધીનગર તેમજ અમદાવાદ સહિતના પર્યટન સ્થળોને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન ચલાવી શકાય છે. આના દ્વારા સ્થળોની સંસ્કૃતિ અને વિરાસતને પર્યટકોને નજીકથી જાણવા માટે અવસર પૂરો પાડશે.
'ભારત ગૌરવ ટ્રેન' 2 વર્ષ માટે લીઝ પર લઈ શકાશે