- રામ મંદિર નિર્માણમાં સ્વામિનારાયણ મંદિરનો મળી રહ્યો છે સહકાર
- સંતો હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં થઈ જશે અમર
- રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન 31 વર્ષ પહેલા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં થયું હતું
અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે, રામમંદિર નિર્માણ માટેની યાત્રા સોમનાથ- ગુજરાતથી નીકળીને અયોધ્યા પહોંચી હતી. તે સમયે રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન 31 વર્ષ પહેલા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું, તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ જન્મભૂમિ મંદિર માટે ચેક આપ્યો રામ મંદિર નિર્માણ સમિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ સામેલ
અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં ઉદબોધન કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનાર BAPS સંસ્થાનો અનુભવ અને સહકાર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મળી રહ્યો છે, તે આનંદની વાત છે. રામ મંદિર નિર્માણ સમિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ સામેલ છે.
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ જન્મભૂમિ મંદિર માટે ચેક આપ્યો રામ જન્મભૂમિ મંદિરના આંદોલનમાં BAPSનો સાથ મળ્યો
મુખ્યપ્રધાને જણાવ્યુ કે, રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી લઈ રામમંદિર નિર્માણ કાર્ય સુધી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો સહકાર તથા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં અમર રહેશે. રામ મંદિર નિર્માણ માટે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પબળ અને પુરુષાર્થ થકી રામમંદિર નિર્માણના દરવાજા ખુલ્યા છે, ત્યારે રામ મંદિર રાષ્ટ્રીય મંદિર બની રહેશે. રામ મંદિર થકી નાત-જાતથી ઉપર ઉઠી સર્વજન કલ્યાણની ભાવના સુદ્રઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્ય સ્થાપિજ થાય તે મંદિર નિર્માણનો હેતુ છે.
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ જન્મભૂમિ મંદિર માટે ચેક આપ્યો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે, તે રાષ્ટ્રીય મંદિર બની રહેશે
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યુ કે, ટૂંક સમયમાં રામલલ્લાની જ મંદિરમાં અધિષ્ઠાન થશે અને આપણે સૌ તેના સાક્ષી બનીશુ. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસને ઉજાગર કરતું ભવ્ય રામ મંદિર સૌ કોઈના સહકારથી નિર્માણ પામશે. BAPS સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત ઈશ્વરચરણ સ્વામીએ રૂપિયા 2,11,11,111 ફાળો રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરી મહારાજને અર્પણ કરી હતી. આ પ્રસંગે BAPSના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજી, વિશ્વ હિન્દુ પરિષદના દિલીપભાઇ ત્રિવેદી, રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ સમિતિના પ્રાંત અધ્યક્ષ ગોવિદભાઈ ધોળકિયા તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ જન્મભૂમિ મંદિર માટે ચેક આપ્યો