ગુજરાત

gujarat

ETV Bharat / city

Baalveer: ભારતને એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અપાવનાર, અમદાવાદની સ્કેટર ખુશી - Asian championship

ઈટીવી ભારત બાલવીર (Etv Bharat Baalveer)માં આજે આપણે એવીના સાથે મુલાકાત કરીશું, જેમની ઉંમર ભલે નાની હોય પણ ભારતને લઇ તેમની આંખો ઘણા મોટા સપના જોવાઈ રહ્યા છે. આ બાળવીરાંગના એટલે અમદાવાદની સ્કેટર (a skater from Ahmedabad) ખુશી ચિરાગ પટેલ. ખુશી હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે, સાથે જ આવતા વર્ષે યોજાનારી એશિયન ચેમ્પિયનશીપ્સની પણ તૈયારી કરી રહી છે.

Baalveer: તે અગાઉ ભારતને એશિયન ચેમ્પિયનશીપ ગોલ્ડ અપાવી ચુકી છે, આ બાળવીરાંગના એટલે અમદાવાદની સ્કેટર..
Baalveer: તે અગાઉ ભારતને એશિયન ચેમ્પિયનશીપ ગોલ્ડ અપાવી ચુકી છે, આ બાળવીરાંગના એટલે અમદાવાદની સ્કેટર..

By

Published : Nov 25, 2021, 4:22 PM IST

  • ખુશીએ અત્યાર સુધી મેળવ્યા અઢળક મેડલ્સ
  • 2021માં કેન્દ્ર સરકારે ખુશીને બાલ પુરસ્કાર એનાયત કર્યો
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશીને અભિનંદન પાઠવતુ ટ્વિટ પણ કર્યું

અમદાવાદ: બાલવીર (Etv Bharat Baalveer)માં આજે આપણે એવી બાળવીરાંગના સાથે મુલાકાત કરીશું, જેમની ઉંમર ભલે નાની હોય પણ ભારતને લઇ તેમની આંખો ઘણા મોટા સપના જોવાઈ રહ્યા છે. આ બાળવીરાંગના એટલે અમદાવાદ (a skater from Ahmedabad)ની સ્કેટર ખુશી ચિરાગ પટેલ. ખુશી (Khushi Chirag Patel ) હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે, સાથે જ આવતા વર્ષે યોજાનારી એશિયન ચેમ્પિયનશીપ્સની પણ તૈયારી કરી રહી છે. તે અગાઉ ભારતને એશિયન ચેમ્પિયનશીપ (Asian championship)માં ગોલ્ડ અપાવી ચુકી છે. હવે તેનું ફરી એ સપનું છે કે આગામી યોજાનારા એશિયન ચેમ્પિયનશીપ્સમાં તે ફરીથી ભરતના નામે એક ગોલ્ડનો ખિતાબ મેળવે અને દેશનું રાષ્ટ્રીયગાન વૈશ્વિક કક્ષાએ ગુંજી ઉઠે, ત્યારે ખુશીની ETV સાથેની ખાશ વાતમાં પણ ખુશીના આ સપનાની એક સુંદર ઝાંખી જોવા મળી હતી.

કઈ રીતે તમે આ રમત સાથે જોડાયા?

સ્કેટિંગમાં વૈશ્વિક કક્ષાએ ખ્યાતિ ફેલાવનારી ખુશીનું કહેવું છે કે, તે જ્યારે ચાર વર્ષની હતી ત્યારે માત્ર રમત માટે સ્કેટિંગ શરૂ કરી. એ સમયે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે, સ્કેટિંગ તેના જીવનનો એક મોટો હિસ્સો બનશે! આ સફરમાં તેને તેના માતાપિતા અને કોચ તરફથી ઘણી પ્રેરણા મળી છે. તે જ્યારે 8 વર્ષની હતી ત્યારે પ્રથમ વખત નેશનલ ચેમ્પિયનશીપમાં તેણે ભાગ લીધો. પ્રથમ વખતમાં જ તેને બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. માત્ર આટલું જ નહીં પણ ખુશીએ માત્ર બાર વર્ષની ઉંમરે ચાઇના ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપ્સમાં ભાગ લીધો, જ્યાં તે ત્રણ ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. વર્ષ 2018માં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ વર્ષે તે વલ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની. અત્યાર સુધીનો સફર ખૂબ સારો રહ્યા છે. આ સફર તેની માટે રોજ આવતી મુશ્કેલીઓનો સામનો કરી તેને આગળ લાવી રહ્યો છે.

હવે તમે કઇ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યા છો અને તેની તૈયારી કેવી ચાલી રહી છે?

ખુશીએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ તે ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. તેથી બોર્ડ પરીક્ષામાં સારા ગુણથી પાસ થવું પણ તેના માટે એટલું જ મહત્વનું છે. તેના માટે શિક્ષણ અને સ્પોર્ટ્સ બંનેનું ખૂબ મહત્વ છે. ભણવાની સાથોસાથ તે આગામી સમયમાં આવનારી એશિયન ચેમ્પિયનશીપ્સની તૈયારી કરી રહી છે. હાલ તેનું ફોકસ શિક્ષણ અને સ્પોર્ટ્સ બંનેને પ્રાથમિકતા આપવા ઉપર છે.

Baalveer: તે અગાઉ ભારતને એશિયન ચેમ્પિયનશીપ ગોલ્ડ અપાવી ચુકી છે, આ બાળવીરાંગના એટલે અમદાવાદની સ્કેટર..

શિક્ષણ અને સ્પોર્ટ્સ વચ્ચે સંતુલન કઈ રીતે જાળવો છો?

ખુશીએ ETVને જણાવ્યું હતું કે, મેં જ્યારે સ્કેટિંગ શરૂ કર્યું ત્યારે બંનેને મેનેજ કરવું મારા માટે એટલું મુશ્કેલ ન હતું. હવે જ્યારે કોમ્પિટિશનના લેવલની સાથે મારી હાયર સ્ટડીઝ પણ વધતી જાય છે, ત્યારે મારા માટે બંને વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ધોરણ 9થી જ થોડું મુશ્કેલ રહ્યું છે, પણ ચોક્કસ ટાઈમ મેનેજમેન્ટથી બધું શક્ય થઈ રહ્યું છે.

જે બાળકો તમને જોઈ રહ્યા છે, ટાઈમ મેનેજમેન્ટને લઇ આપ તેમને શો સંદેશ પાઠવશો?

શિક્ષણ અને સ્પોર્ટ્સ બંને આપણા જીવનમાં ઘણું મહત્વ રાખે છે. તમારે દરેક સમયે એક ચોક્કસ ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ કે કયા સમયે કઈ વસ્તુ ઉપર ફોક્સડ રહેવું? સમયના આધારે એક ટાઈમ ટેબલ બનાવો અને તેનું અનુસરણ કરો. કોઈ પણ કામને બીજા દિવસ ઉપર ટાળવું ન જોઈએ. જે દિવસનું કામ છે, તેને તે જ દિવસે પૂરું કરવું જોઈએ.

તમારી દિનચર્યાનુ શું?

મારી રોજની પ્રાથમિકતા જિમ, સ્કેટિંગ અને સેલ્ફ સ્ટડી રહે છે. જો શાળા હોય તો તે મુજબ મારી દિનચર્યા હોય છે. સવારે પાંચ વાગ્યાથી ઉઠીને હું પ્રેક્ટિસથી શરૂ કરું છુ જે રાત્રે 11 વાગ્યા સુધી જીમની સાથે મારો અભ્યાસ પૂરો થાય છે.

માતા-પિતામાંથી તમને કેવો સપોર્ટ મળે છે.

ખુશીનું કહેવુ છે એ મારા માતા-પિતા બંને મારા રોલ મોડલ છે. મારા મમ્મી મારા માટે રોલ મોડેલ છે, જ્યારે પપ્પા મારા માટે મારા થેરાપીસ્ટ છે. કોમ્પિટિશન પહેલા જો હું અતિઉત્સાહીત હોવ તો મારા પપ્પા જ મને શાંત કરાવી શકે છે અને મારા મમ્મીને કારણે જ હું અહીં છું. મને સમયે ઉઠાડવું, મારુ ડાઈટ પ્લાનનું ધ્યાન મારા મમ્મી જ રાખે છે જે મને ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની દીકરીનું પ્રતિનિધિત્વ તમે કર્યું છે. હજી પણ મોટા પ્રમાણમાં સ્પોર્ટ્સ સાથે મહિલાઓ જોડાય તે માટે તમે કોઈ સંદેશો પાઠવવા માંગો છો?

દીકરીઓ દીકરાઓ કરતા કોઈ પણ કક્ષાએ ઉતરતી નથી. આ વાસ્તવિકતાને આપણે સમજવી જોઈએ. આજે આપણી પાસે ઘણા રોલ મોડલ્સના ઉદાહરણો છે કે જેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ ઊંચું કર્યું હોય. આપણે તેમની પાસેથી શીખવું જોઈએ. આપણે સૌ એક સમાન છે માત્ર આજ વાતને યાદ રાખી આપણે આગળ વધવાનું છે.

આ પણ વાંચો:રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર

આ પણ વાંચો:BAALVEER: એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ, આજે દેશ વિદેશમાં પણ જાણીતો

ABOUT THE AUTHOR

...view details