અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એકવખત એવો બનાવ બન્યો જેમાં યુવતી આત્મહત્યા કરવા માટે સાબરમતી (Ahmedabad Riverfront) પહોંચી હતી. તેણે એક વીડિયો બનાવ્યો હતો. પણ જાગૃત યુવકે એને પકડીને નદીમાં કુદતા અટકાવતા યુવતીની જિંદગી (Suicide Case in Ahmedabad) બચી ગઈ છે. જોકે, આત્મહત્યા કરવા સુધી મજબુર કરનારા આરોપી સામે પોલીસે (Ahmedabad Madhupura police) ફરિયાદ લઈને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.
વધુ એક આઈશાએ પતિથી કંટાળી બનાવ્યો અંતિમ વીડિયો આ પણ વાંચો: DSP Murder In Haryana : DSPને ડમ્પરથી કચડીને મારી નાખ્યા, માઈનીંગ માફિયાનો ત્રાસ
આ હતું કારણ: પીડિતાના પતિએ લગ્નના એક મહિના બાદ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી. અન્ય યુવતી સાથે પછી તે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે. એવામાં બપોરના સમયે એક યુવતી રિવરફ્રન્ટ વોકવે પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહી હતી. તે જ સમયે આસપાસમાં બેઠેલા યુવકોએ તેને પકડીને નદીમાં કૂદતા અટકાવી હતી. આ સમયે આસપાસમાં રહેલી મહિલાઓને બોલાવી આપઘાતનો પ્રયાસ કરનારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લોકોએ કરી પૂછપરછ:પીડિતાના આપઘાત પાછળનું કારણ જાણવા માટે લોકોએ પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ તે બાબતની કોઈ વાત લોકો સાથે ન કરતા અંતે લોકોએ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાના પ્રયાસની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો વોક વે પર પહોંચ્યો હતો. યુવતીને સમજાવીને માધુપુરા પોલીસ સ્ટેશને લાવ્યા હતા. તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જે પીડિતાને માનસિક ત્રાસ આપતો, માર મારતો અને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. થોડા સમય પહેલા પણ એક યુવતીએ પોતાનો એક વીડિયો બનાવીને નદીમાં કુદકો માર્યો હતો. જેમાં તેણે પોતાનો પતિ ત્રાસ આપતો હોવાની વાત કહી હતી.
વધુ એક આઈશાએ પતિથી કંટાળી બનાવ્યો અંતિમ વીડિયો આ પણ વાંચો: ગામનું 5 કરોડનું બુચ લગાવી બનાવ્યું 'નાટક', પછી આ લોકો આવ્યા જોવા
પોક્સોની કલમ લાગુ:7 વર્ષથી યોગેશ નામના યુવકને પીડિતા પ્રેમ કરતી હતી. તેની સાથે વર્ષ 2021માં પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. સાસરીમાં સાસુ-સસરા સહિતના પરિવાર સાથે રહેતી હતી. લગ્નના થોડા દિવસોમાં જ પતિ તેની સાથે નાની નાની બાબતે ઝઘડો કરી માર મારતો હતો. એક વર્ષ પહેલા પીડિતાનો પતિ યોગેશે તેને માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. થોડા સમય બાદ અન્ય એક યુવતીને લઈ આવ્યો. યુવતીએ જેના પર આંખો મીચીને વિશ્વાસ કર્યો તેવા પતિએ દગો આપતા તે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વધુ એક આઈશાએ પતિથી કંટાળી બનાવ્યો અંતિમ વીડિયો જીવ બચ્યો:આ ઘટનામાં લોકોની સજાગતાના કારણે યુવતીનો જીવ બચી ગયો છે. આ અંગે માધુપુરા પોલીસે યુવતીના પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલું હિંસા અને શારિરીક માનસિક ત્રાસ અપાતા હોવાની ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવા પગલાં લીધા છે. જોકે, પોલીસે અપીલ કરી છે કે, આત્મહત્યા કોઈ સમસ્યાનો નીવેડો નથી. આવા કોઈ કેસમાં પોલીસની મદદ લેવી જોઈએ.