અમદાવાદ: બોલિવૂડ સ્ટાર જ્હોન અબ્રાહમ દ્વારા અભિનીત ફિલ્મ 'એટેક' 1 એપ્રિલ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે, એ ફિલ્મ અંગે અને એની વિશેષતાઓ વિશે જોહને મીડિયા સાથે વાતચીત કરી હતી. એટેક એ હિન્દ ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ(Action thriller film) છે. જેનું નિર્દેશન લક્ષ્ય રાજ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે સુમિત બથેજા અને વિશાલ કપૂર સાથે મળીને ફિલ્મ લખી છે, જે જ્હોન અબ્રાહમની વાર્તા પર આધારિત છે. જેઓ જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ સાથે ફિલ્મમાં અભિનય કરે છે. આ ફિલ્મ 1 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની છે.
જ્હોન અબ્રાહમે ફિલ્મના પોતાના પાત્ર વિશે જણાવ્યું આ પણ વાંચો:Ranbeer Kapoor Reaction Gangaubai Kathiyavdi: રણબીર કપૂરને 'ગંગૂબાઈ કાઠિયાવાડી' કેવી લાગી, આ સવાલ પર આલિયા ભટ્ટે આપ્યો આ જવાબ
સાયબરટ્રોનિક હ્યુમનૉઇડ સુપર સોલ્જર તરીકે મુખ્ય ભૂમિકા -આ ફિલ્મની સ્ટોરી અને વિષય ખૂબ જ અલગ અને હટકે છે. આ ફિલ્મમાં પોતાના અને અન્ય લોકો સાથે લડવા માટે અને દુશ્મનો સાથે સામે લડતી વખતે, અને લોકોને ઉપયોગી થાય એ માટે લશ્કરના અનુભવી એવા આતંકવાદનો સામનો કરવા માટે વિકસિત સાયબરટ્રોનિક હ્યુમનૉઇડ સુપર-સોલ્જર(John Abraham Super-Soldier) તૈયાર કરવામાં આવ્યો છે. એની મુખ્ય ભૂમિકા જ્હોન અબ્રાહમ દ્વારા અભિનીત છે. સાથે-સાથે આ ફિલ્મમાં એક અલગ જ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી(Artificial intelligence technology) ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં આવનારા વિશ્વમાં આ પ્રકારના રોબો તૈયાર થઈને લશ્કરમાં આવી(Robot in army) શકશે અને કામ લાગશે એવું આ ફિલ્મની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Amir Khan Reaction On Kashmir Files: આમિર ખાને કહ્યું..."ભારતના દરેક લોકોએ 'ધ કાશમીર ફાઇલ્સ' અચૂકપણે જોવી જોઇએ"
જ્હોન અબ્રાહમે ફિલ્મના પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું કે - અર્જુન શેરગીલ એ ભારતના પ્રથમ સુપર સોલ્જર છે .જેમાં વિવિધ પ્રકારના રોમેન્ટિક, કોમેડી, ઇમોશનલ જેવા ભાવો પણ તેમનામાં છે. તેમજ બીજી બાજુ એક ટેકનોલોજી પણ કેટલી પ્રગતિ અને દુનિયા ક્યાંથી કયા પોચી શકે છે. તેની પણ વાત કરી હતી . આ ફિલ્મનાં શૂટ દરમિયાન થયેલા અનુભવ(Film shoot experience) શેર કરતા કહ્યું કે, આ મુવી એ એક્શન સીન્સથી ભરપુર(Full of action scenes) છે અને તેમાં ,શૂટ દરમિયાન મને નાની મોટી ઘણી ઈજાઓ થઈ હતી જેના લીધે ,વારંવાર દવાખાને જવુ પડતું હતું અને આ ફિલ્મ એ કોવિડનાં લીધે પણ ઘણું ફેસ કરવું પડ્યું હતું. આ ઉપરાંત જ્હોન અબ્રાહમ ,ગુજરાત અને ગુજરાતના લોકોના તરફથી મળેલા પ્રેમ(Gujarat People Love) વિશે પણ વાત કરી હતી જેમાં તેને ગુજરાતી ફૂડ પણ ઘણું પસંદ છે તેમ પણ તેને જણાવ્યું હતુ.
એટેક ફિલ્મની સ્ટારકાસ્ટ: ફિલ્મમાં આઇશા તરીકે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છે જેને અર્જુનની પ્રેમિકા નું પાત્ર ભજવ્યું છે તો અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ડો. જિયા તરીકે છે. અર્જુન શેરગિલ તરીકે જ્હોન અબ્રાહમ, ભારતના પ્રથમ સુપર સોલ્જર છે અર્જુનના બોસ તરીકે પ્રકાશ રાજ છે અર્જુનની માતા તરીકે રત્ના પાઠક શાહ એ ભૂમિકા ભજવી છે. જોઈએ હવે કે આ ફિલ્મને કેવો દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે.