ગુજરાત

gujarat

ETV Bharat / city

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે 350 કરોડનું 50 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું - ડ્રગ્સની કિંમત અંદાજે 350 કરોડ રૂપિયા છે

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનની મદદથી ફરી એક વખત કચ્છના દરિયા કિનારેથી 50 કિલો ડ્રગ્સ પકડી (ATS And ICG Seized Drugs) પાડ્યું છે. આ ડ્રગ્સની કિંમત અંદાજીત 350 કરોડ રુપિયા (drugs cost an estimated Rs 350 crore) માનવામાં આવી રહી છે. તેમજ આ ડ્રગ્સ સાથે એક પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાની લોકોની અટકાયત (Detention of Pakistani boat and 6 Pakistanis) કરવામાં આવી છે. આ બોટ અને લોકોને અત્યારે જખૌ બંદરે લાવવામાં આવી રહ્યા છે.

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે 350 કરોડનું 50 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું
ATS અને indian coast guardATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે 350 કરોડનું 50 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું

By

Published : Oct 8, 2022, 7:25 AM IST

Updated : Oct 8, 2022, 2:17 PM IST

કચ્છ : કચ્છની દરિયાઇ સીમાઓ પરથી અનેક વાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. આજે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં આશરે 350 કરોડની કિંમતનું હેરોઈન (drugs cost an estimated Rs 350 crore) ઝડપાયું છે. જેમાં 50 કિલો હેરોઈન (ATS And ICG Seized Drugs) સાથે પાકિસ્તાની બોટ સહિત 6 ક્રૂ મેમ્બરની ધરપકડ પણ (Detention of Pakistani boat and 6 Pakistanis) કરવામાં આવી છે.

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે 350 કરોડનું 50 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું

50 કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. ત્યારે અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ મળી આવ્યા છે. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન સામે આવ્યું છે.

6 પાક લોકોની ધરપકડ 50 કિલો હેરોઈન સાથે 6 ક્રૂ મેમ્બરને અલ સકર નામની પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં તેમને પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હજુ ગત મહિને 14મી સપ્ટેમ્બરના 200 કરોડનું 40 કિલો હેરોઇન અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી ઝડપાયું હતું.

Last Updated : Oct 8, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details