અમદાવાદ: ઉત્તરપ્રદેશ (UP Assembly Election Result 2022), પંજાબ, મણિપુર, સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઈ હતી. 5માંથી 4 રાજ્યોમાં ભાજપની સરકાર બહુમતીથી જીતી (BJP In Assembly Election 2022) રહી છે. આ ભવ્ય જીતને વધાવતા ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય (bjp karyalay khanpur ahmedabad) ખાતે પણ BJPના આ વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે બીજેપી દ્વારા ઉજવણી. આ પણ વાંચો:Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને જીતની ઉજવણી
ગુજરાતની 182માંથી 182 સીટો ભાજપ જીતશે તેવો વિશ્વાસ - અમિત શાહ અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ તેમજ પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના કાર્યકર્તાઓ (BJP Workers Ahmedabad)એ ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને 4 રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી. આ મામલે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપ તેમના કામથી જીતી છે. તેમણે આગામી સમયમાં ગુજરાતની 182માંથી 182 સીટો (Gujarat Assembly Election 2022) ભાજપ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!
આવતીકાલે PM મોદી ગુજરાતના પ્રવાસે
મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી. ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો (BJP Celebration In Ahmedabad)માં 4 રાજ્યોમાં ભાજપની જીત જોવા મળી છે. આ જોતા ભાજપ દ્વારા દેશમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. ભાજપ દ્વારા રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં ભાજપના 4 લાખ જેટલા કાર્યકર્તાઓ હાજર રહેશે.