અગ્નિકાંડમાં ભોગ બનનાર કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ HCમાં રીટ દાખલ કરતા માંગ કરી હતી. આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજયા હતા. ત્યારે આ મુદ્દે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરૂદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
સુરત અગ્નિકાંડની તપાસ CIDને સોંપવા હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી - gujarat
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાની તપાસ CID ક્રાઇમને આપવાની માંગ કરતી અરજી HCમાં દાખલ કરવામાં આવી છે.
સુરત અગ્નિકાંડની તપાસ CIDને સોંપવા HCમાં દાખલ કરાઈ અરજી
અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યો ન હતો. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરૂણાંતિકા ઘટના સર્જાઈ હતી. જવાબદાર લોકો વિરૂદ્ધ આકરાં પગલા ન લેવાય હોવાથી સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત HCમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી છે.