ગુજરાત

gujarat

Application in High Court: રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓ માટે હાઈકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો

By

Published : Apr 8, 2022, 5:54 PM IST

રોજમદાર તરીકેના 10 વર્ષની નોકરીને ગણતરીમાં લીધી ન હતી. તેથી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં(High Court in its judgment) જણાવ્યું છે કે, અરજદારોને રોજમદાર તરીકે નોકરીમાં નિમણૂંક આપ્યાની તારીખથી(From the date of appointment) લઈને નિવૃત્ત થયાની તારીખ સુધીના સમયગાળાને પેન્શન માટે માન્ય ગણવો જોઈએ. રોજમદારમાંથી કાયમી કર્મચારીઓ પેન્શનના સુધારો કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

Application in High Court: રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓ માટે હાઈકોર્ટ મહત્વનો ચુકાદો
Application in High Court: રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓ માટે હાઈકોર્ટ મહત્વનો ચુકાદો

અમદાવાદ:રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓ પેન્શનના સુધારો કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. વલસાડ જિલ્લા પંચાયતમાં રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓએ પેન્શન સુધાર અને રજા પગારનો લાભ મેળવવા માટે કરાયેલી અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજે(Single Judge of the High Court) મહત્વનો ચુકાદો(High Court important judgment) આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, અરજદારોને રોજમદાર તરીકે નોકરીમાં નિમણૂંક આપ્યાની તારીખથી લઈને નિવૃત્ત થયાની તારીખ સુધીના સમયગાળાને પેન્શન માટે માન્ય ગણવો જોઈએ. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, હાલ રજા પગાર સિવાયના નિવૃત્તિના લાભો અરજદારોને આઠ સપ્તાહમાં ચૂકવવામાં આવશે.

પેન્શન માટે ગણતરીમાં લેવાની માંગ સાથે પેન્શનમાં સુધારો

અરજદારો શરૂઆતમાં રોજમદાર વલસાડ જિલ્લા પંચાયતમાં નોકરીમાં જોડાયા - આ પછી, 17 ઑક્ટોબર 2022ના ઠરાવ મુજબ તેમને કાયમી કરવામાં આવેલા હતા. તેમણે આ વિભાગમાં ત્રણ દાયકા કરતા પણ વધુ સમય સુધી ફરજ નિભાવેલી હતી. જો કે, નોકરીમાં કાયમી કર્યા તારીખથી નિવૃત્તિ સુધીના સમયગાળાને(Period till retirement) ધ્યાનમાં રાખીને તેમને પેન્શન ચુકવાતુ હતું. રોજમદાર તરીકેના 10 વર્ષની નોકરીને ગણતરીમાં લીધી ન હતી.

આ પણ વાંચો:અરવલ્લીમાં રાજ્યની પ્રથમ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ

પેન્શન માટે ગણતરીમાં લેવાની માંગ સાથે પેન્શનમાં સુધારો -રોજમદાર તરીકેના સમયગાળાને પેન્શન માટે ગણતરીમાં લેવાની માંગ(Demand for pension calculation) સાથે પેન્શનમાં સુધારો, રજા પગાર અને નિવૃત્તિ બાદના મળવા પાત્ર લાભ માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.સરકારે આ બાબતે પોતાના તરફથી રજૂઆત કરતા જણાવ્યું કે ,રાજ્ય સરકારની અરજદારોએ રોજમદાર તરીકેના 10 વર્ષના સમયગાળામાં દર વર્ષે 240 દિવસ સુધી સતત કામ કર્યું છે, તે અંગેના કોઈ પુરાવા નથી. જેથી, તેમના આ સમયગાળાને પેન્શન માટે ગણતરીમાં લઈ શકાય નહીં.

આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટનો જાતીય શોષણ પર મહત્વનો ચુકાદો

240 દિવસ સુધી સતત ફરજ નિભાવી હોય તે પેન્શન માટે લાયક - આ મામલે હાઈકોર્ટનું અવલોકન છે કે, ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લેટ એક્ટ (ઔદ્યોગિક વિવાદ અધિનિયમ)ની કલમ 25બી મુજબ રોજમદાર કર્મચારીએ નોકરીની શરૂઆતના વર્ષોમાં 240 દિવસ સુધી સતત ફરજ નિભાવી હોય તે પેન્શન માટે લાયક ઠરશે. પેન્શનને અનુલક્ષીને સમયગાળાની ગણતરી કરવા માટે નિમણૂંકની શરૂઆતની તારીખને ધ્યાને લેવાની જરૂર છે. રોજમદારની ભૂતકાળની સેવાઓ કે જે નિરંતર હતી તે પેન્શનના લાભોના હેતુ માટે અને પેન્શન આપવાના હેતુ માટે ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details