ગુજરાત

gujarat

ETV Bharat / city

મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વ્યાપક ઉપલબ્ધતા, સોશિયલ મીડિયાના ઝડપી ફેલાવાની સાથે દર્શકોની પસંદગીમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવતા વેબ સિરીઝની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં OTT પ્લેટફોર્મ્સ ઉપર વૈવિધ્યસભર કન્ટેન્ટ જોવાનું પસંદ કરતાં એક વિશેષ વર્ગની રચના થઇ છે, જેમાં યુવાનોનું પ્રમાણ સર્વોચ્ચ છે. ઘણાં OTT પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી ગુજરાતી વેબ સિરીઝ પણ ધીમે ધીમે લોકોને પસંદ પડી રહી છે. તેવામાં અર્બન ગુજરાતી ફિલ્મોનો લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર પણ એક નવી વેબ સિરીઝ લઇને આવી રહ્યો છે.

મલ્હાર ઠાકર
મલ્હાર ઠાકર

By

Published : Jan 6, 2021, 10:24 AM IST

Updated : Jan 8, 2021, 10:52 AM IST

  • નવી ગુજરાતી વેબ સિરીઝ "વાત વાતમાં"
  • મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
  • માર્ચ મહિનામાં OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
    મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે

અમદાવાદ: દેશ-વિદેશમાં રહેતાં ગુજરાતી દર્શકો સમક્ષ રસપ્રદ કન્ટેન્ટ ધરાવતી વેબ સીરિઝ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ દ્વારા ગુજરાતી વેબ સિરીઝ "વાત વાતમાંનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતા ભાવેશ ઉપાધ્યાય અને ડાયરેક્ટર કર્તવ્ય શાહની આ સિરીઝમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દહિયા અને કૃપા પંડ્યા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

એક અઠવાડિયાના શૂટિંગ બાદ વેબ સિરીઝ થશે રિલીઝ

આ રોમેન્ટિક વેબ સિરીઝનું શૂટિંગ 12 દિવસમાં સમાપ્ત કરી લેવાશે અને ત્રણ મહિના બાદ એટલે કે માર્ચ મહિનામાં તેને અગ્રણી OTT પ્લેટફોર્મ ઉપર રીલિઝ કરવામાં આવશે. સિરીઝના કુલ પાંચ એપિસોડ છે અને તેનું શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે.

કોરોના વચ્ચે શૂટિંગમાં તકેદારી રાખવામાં આવી

મહત્વપૂર્ણ છે કે કોવિડ-19 સંબંધિત વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું સખ્તાઇથી પાલન સાથે આ સિરીઝનું શુટિંગ કરાશે, જેમાં માસ્ક, સેનિટાઇઝર્સના નિયમિત ઉપયોગ તથા ડૉક્ટરની હાજરી જેવી જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

Last Updated : Jan 8, 2021, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details