ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો

LCBએ આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ ભરેલા ટ્રકની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલકની ધરપકડ કરી કુલ 35.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Apr 12, 2021, 1:22 PM IST

  • આણંદ પોલીસે લાખોની કિંમતનો દારુ ઝડપ્યો
  • પોલીસે 392 પેટી દારૂ સાથે ટ્રક ડ્રાઇવરની કરી અટકાયત
  • 35 લાખથી વધુનો મુદ્દા માલ કર્યો જપ્ત કર્યો છે

આણંદ: LCBએ રવિવારે વહેલી સવારના સુમારે આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના એક્ઝીટ પોઈન્ટ ઉપર વોચ ગોઠવીને 18.81 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલકની ધરપકડ કરી કુલ 35.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:નાસિકથી દારૂનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશતા 2 ઝડપાયા

ટ્રકમાં છુપાવ્યો હતો વિદેશી દારૂ

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના જવાનોને માહિતી મળી હતી કે, એક ટ્રકમાં પુંઠાની આડમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વાયા એક્સપ્રેસ હાઈવેથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે, પોલીસની ટીમ સામરખા ટોલનાકા અને તમામ એક્ઝીટ પોઈન્ટ ઉપર એલગ-અલગ ટીમો બનાવીને વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન, ટ્રક આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને ડ્રાઇવરની પુછપરછ કરી હતી. આ સમયે, ડ્રાઇવરે અંદર પુંઠાના બોક્સ ભર્યા હોવાનું જણાવ્યું હતુ. જોકે, પોલીસે તાડપત્રી ખોલાવીને તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટીએ પુંઠાના બોક્સો જ મળ્યા હતા. પરંતુ, તેને ખોલીને અંદર જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

અમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપ્યો

આ પણ વાંચો:ધંધુકા પોલીસે આઇસરમાંથી વિદેશી દારુનો જથ્થો પક્ડાયો

પોલીસ દ્વારા કુલ, 35,88,500નો મુદ્દામાલ જપ્ત

ટ્રકને સામરખા ઓપી ખાતે લાવીને ખાલી કરી તપાસ કરતાં પુંઠાના કુલ ૧૯૬ બોક્સમાં 2-2 વિદેશી દારૂની પેટી પેક કરીને સીલ કરવામાં આવી હતી. જેની ગણતરી કરતા કુલ 392 પેટી પકડાઈ હતી. જેની કિંમત 18,81,600 રૂપિયા જેટલી થાય છે. પોલીસે પકડાયેલા ડ્રાઇવરનું નામઠામ પુછતાં તે દિનેશકુમાર કિશનલાલ ખિલેરી હોવાનું જણાવ્યું હતુ. તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા 900 રૂપિયા પણ મળી આવ્યા હતા. જે સાથે કુલ, 35,88,500નો મુદ્દામાલ જપ્ત કરીને આણંદ રૂરલ પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details