કાંકરિયા લેક્ફ્રન્ટ ફરી થયું ધબકતું, કોરોનાની સંખ્યામાં ઘટાડો થતા કાંકરિયામાં મૂલાકાતીની સંખ્યામાં વધારો
કોવિડ-19ના કેસમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે લોકો હરવા-ફરવાનું પસંદ કરી રહ્યા છે અને આજ કારણે અમદાવાદના કાંકરિયા ખાતે પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાના કેસ વધ્યા હતા, ત્યારે કાકરિયા ખાતે મુલાકાતીઓ ઓછા જોવા મળતા હતા, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થતા લોકો કાંકરિયાની મુલાકાતે આવી રહ્યા છે .
કાંકરિયા લેક્ફ્રન્ટ ફરી થયું ધબકતું
By
Published : Sep 6, 2021, 7:08 PM IST
અમદાવાદના કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો
કોરોનામાં સુમસામ બનેલું કાંકરિયા ફરી થયું ધબકતું
દરરોજના 9થી 10 હજાર લોકો લઈ રહ્યા છે મુલાકાત
અમદાવાદ: દેશમાં અને રાજ્યમાં કાળમુખી બનીને આવેલા કોરોનાના કહેરમાં અન્ય પ્રવાસી સ્થળની જેમ કાંકરિયા પરિસરને પણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાતા સુમસામ જોવા મળતું હતું. જો કે, અનલોક બાદ કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. કાંકરિયા લેકફ્રન્ટમાં રોજના 9થી 10 હજાર મુલાકાતીઓ આવી રહ્યા છે. સ્થાનિક ઉપરાંત બહારગામથી પણ લોકો કાંકરિયાની વિઝીટ કરી રહ્યા છે. ગત 29 ઓગસ્ટના રોજ રવિવારે જન્માષ્ઠમીના એક દિવસ પહેલા 41 હજાર લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી.
રાજુભાઈ દવે, ચેરમેન, રિક્રિએશન કમિટી
છેલ્લા પાંચ વર્ષમાં કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યા
વર્ષ- 2016-17
પ્રવાસીઓની સંખ્યા
ઝુ
19,04,130
નોક્ટરનલ ઝુ
0
બાલવાટિકા
5,65,216
બટરફ્લાય પાર્ક
1,72,308
કુલ સંખ્યા
26,41,654
વર્ષ- 2017-18
પ્રવાસીઓની સંખ્યા
ઝુ
17,91,259
નોક્ટરનલ ઝુ
2,47,442
બાલવાટિકા
6,77,355
બટરફ્લાય પાર્ક
1,50,107
કુલ સંખ્યા
28,66,163
વર્ષ- 2018-19
પ્રવાસીઓની સંખ્યા
ઝુ
18,31,314
નોક્ટરનલ ઝુ
9,13,522
બાલવાટિકા
3,81,195
બટરફ્લાય પાર્ક
1,50,289
કુલ સંખ્યા
32,76,320
વર્ષ- 2019-20
પ્રવાસીઓની સંખ્યા
ઝુ
17,95,095
નોક્ટરનલ ઝુ
10,44,600
બાલવાટિકા
2,77,163
બટરફ્લાય પાર્ક
1,19,860
કુલ સંખ્યા
32,36,718
તંત્રને થયેલી આવક
વર્ષ
કુલ આવક રૂપિયા
2016-17
4,99,46,188
2017-18
5,47,75,569
2018-19
7,05,34,686
2019-20
7,19,83,397
2020-21
1,96,26,912
તંત્રની આવકમાં થયો ઘટાડો
આમ હવે મુલાકાતીઓની સંખ્યા વધતા તંત્રની આવકમાં પણ ધીમે-ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, પહેલા તંત્રની તિજોરીને વર્ષે 5થી 7 કરોડની કમાણી થતી હતી. જે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 2 કરોડની આસપાસ છે, ત્યારે આગામી દિવસોમાં તંત્રની આવકમાં વધારો થાય છે કે નહીં તે એક પ્રશ્ન છે.