ગુજરાત

gujarat

ETV Bharat / city

કલોલ-ગાંધીનગરમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન, શાહી રોડ-શૉ સંપન્ન - bjp

કલોલ: દેશમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરનારા અમિત શાહે આજે ફરી એકવાર રોડ-શૉ યોજ્યો હતો. શાહે કલોલ અને ગાંધીનગરમાં લોકસંપર્ક અને રોડ શૉ યોજ્યો હતો.

ફાઈલ ફોટો

By

Published : Apr 14, 2019, 4:36 PM IST

Updated : Apr 15, 2019, 12:51 AM IST

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા કલોલમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કલોલના આંબેડકર સ્ટેચ્યુને શ્રદ્ધાંજલી અર્પિત કરી શાહે રોડ શોનો આરંભ કર્યો હતો. કલોલના વિવિધ વિસ્તારના પાંચ કિલોમીટર જેટલા એરિયામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કલોલના પૂર્વ ધારાસભ્ય ડો. અતુલ પટેલ સમગ્ર રોડ શો દરમિયાન અમિત શાહની સાથે રહ્યા હતા. રોડ શો દરમિયાન નાસીક ઢોલ વગાડીને સમગ્ર વિસ્તારને ધ્રુજાવી નાખ્યો હતો.

કલોલ-ગાંધીનગરમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન

રોડ શો શરૂ થાય તે પહેલા યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. બાઇકરેલી હનુમાન મંદિરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સિટી પહોંચી હતી. ત્યારબાદ સમગ્ર અમિત શાહના રોડ શો દરમિયાન વિવિધ વિસ્તારોમાં સાથે રહી હતી. અમિતશાહ નિર્ધારિત સમય કરતા એક કલાક મોડા આવ્યા હતા. ત્યારબાદ તેમણે ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ આપી દલિત સમાજની દિકરીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને રેલીનું પ્રસ્થાન થયું હતું. જે કલોલ શહેરના વિવિધ વિસ્તારમાં ડીજેના તાલે ઢોલ-નગારા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

રેલીની તારીખ સમય કરતા પાછળ ચાલી રહી હતી. ત્યારે કેટલાક વિસ્તારોમાં અમિત શાહની ગાડી દોડાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસ અને કાર્યકરો દોડતા જોવા મળ્યા હતા. કલોલ વિસ્તારમાંથી જંગી બહુમતીથી અમિત શાહની લીડ આપવા માટે કાર્યકરોએ કલોલના નાગરિકોને આહ્વાન કર્યું હતું. રોડ સાહસોમાં જંગી મેલડીમાં કાર્યકરો જોડાયા હતા. જ્યારે બે કિલોમીટર જેટલો વાહનોની કતાર લાગી હતી.

Last Updated : Apr 15, 2019, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details