ગુજરાત

gujarat

ETV Bharat / city

ફરી બદલાશે શહેરનો રંગ, 237 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું થશે લોકાર્પણ - લોકાર્પણ

દેશના ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતના (Amit Shah Gujarat visit) પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે અમદાવાદ કોર્પોરેશનના 237 કરોડના ખર્ચેના વિવિધ પ્રજાલક્ષી વિકાસના કામો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. (development works in Ahmedabad)

ફરી શહેરનો રંગ બદલાશે, 237 કરોડના ખર્ચે વિકાસનું લોકાર્પણ - ખાતમુહૂર્ત
ફરી શહેરનો રંગ બદલાશે, 237 કરોડના ખર્ચે વિકાસનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

By

Published : Sep 26, 2022, 11:57 AM IST

Updated : Sep 26, 2022, 1:18 PM IST

અમદાવાદ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના દિગગજ નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એકવાર દેશના ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતના (Amit Shah Gujarat visit) પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના 237 કરોડના ખર્ચેના વિવિધ પ્રજાલક્ષી વિકાસના કામો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા પણ ચૂંટણી જાહેરાત થયા અને આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં વિકાસના કામો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. (Amit Shah visits Ahmedabad)

ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે

237 કરોડના વિકાસના કામો લોકાર્પણમળતી માહિતી મુજબઆવતીકાલે દેશના ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ શહેરના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. તેમાં કોર્પોરેશન દ્વારા તૈયાર (development works in Ahmedabad) કરવામાં આવેલા પશ્ચિમ ઝોન ઓફિસનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરખેજ વોર્ડ ખાતે શકરી તળાવનું ખાતમુહૂર્ત, મહિલા માટે પિંક ટોયલેટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ફરી શહેરનો રંગ બદલાશે

સરખેજમાં આવસોનું ખાતમુહૂર્તઅમદાવાદ કોર્પોરેશનના સરખેજ વોર્ડમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 2140 જેટલા આવાસના મકાનોનુંખાતમુહૂર્ત ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. થલેતજ વોર્ડના શીલજ તળાવ જે કોર્પોરેશન દ્વારા આરોગ્ય વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક તળાવનું ખાતમુહૂર્ત પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ હવે એક બાદ એક વિકાસના પડદા ખોલી રહ્યું છે. (Amit Shah Launch development works in Ahmedabad)

Last Updated : Sep 26, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details