- અમિત ચાવડાના આક્ષેપ પર ભાજપના વળતા પ્રહાર
- કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીની જૂથબંધીના કારણે તૂટ્યા છે
- અમિત ચાવડા કોગ્રેસના અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ છે
અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર ધારાસભ્યોને લોભ લાલચ આપી તોડવાનો આક્ષેપ લગાવ્યો છે. જે બાદ પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ વડતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ક્યારેય બીજી પાર્ટીઓના નેતાઓને તોડવા માટે જતુ નથી. કોંગ્રેસ પાર્ટીની પોતાની નિષ્ફળતા અને જૂથબંધીના કારણે તેમના ધારાસભ્યો તેમનાથી છૂટા પડે છે.
- અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ અમિત ચાવડા પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ રહ્વા છે અને તેમના કાર્યકાળમાં 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસનુ વિભાજન એ કંઈ નવી બાબત નથી. કોંગ્રેસનુ અત્યાર સુધી 70 વખત વિભાજન થઈ ચૂક્યું છે.
- ભાજપ પર આક્ષેપો લગાવતા પ્રશાંત વાળાએ અમિત ચાવડાની કાઢી ઝાટકણી