ગુજરાત

gujarat

ETV Bharat / city

HC એ AMC ની તરફેણમા આપ્યો મહત્વનો ફેસલો, જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં લોકો પોતાના રહેઠાણ વિસ્તારમાં જ પ્રોફેશનલ કામ કરતા હોય છે. એવી જ રીતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાની ઓફિસ પોતાના રહેણાંક વિસ્તારમાં ખોલતા(Residential property as professional use) AMC દ્વારા નોટિસ(AMC issues application to High Court) પાઠવવામાં આવી છે. ચાલો જાણીયે શું છે મામલો અને રહેણાંક અને પ્રોફેશનલ ઉપયોગના મુદ્દે હાઇકોર્ટએ AMCને શું કર્યા સવાલ?

AMCએ એક જ બિલ્ડિંગ માટે બે ટેક્સ બિલની માંગણી કરતી HCને અરજી આપી: HC વચગાળાનો આપ્યો સ્ટે
AMCએ એક જ બિલ્ડિંગ માટે બે ટેક્સ બિલની માંગણી કરતી HCને અરજી આપી: HC વચગાળાનો આપ્યો સ્ટે

By

Published : Jun 9, 2022, 6:54 PM IST

Updated : Jun 9, 2022, 8:02 PM IST

અમદાવાદ: શહેરમાં એક CA (ચાર્ટર્ડ એકાઉન્ટ) દ્વારા પોતાના જ રેસીડેન્સી વિસ્તારમાં ઓફિસ(Office in the Residency area) ચલાવવાના કારણે AMC દ્વારા તેને નોટિસ પાઠવવામાં(AMC issues application to High Court ) આવી હતી. એક જ મકાન માટે થઈને AMCએ બે ટેક્સ બિલ આપતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જો કે હાઇકોર્ટે આ મામલે વચગાળાનો સ્ટે આપ્યો છે.

આ પણ વાંચો:RERA Gujarat Chairperson નિમણૂક મામલે Gujarat High Court માં થયેલી અરજી મામલે સરકારે શું કહ્યું? જાણો

શું છે સમગ્ર મામલો - આ કેસની સમગ્ર વિગતો જોઈએ તો અરજદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેનો વ્યવસાય ધરાવે છે. તેઓ પોતાના રહેણાંકને પ્રથમ માળે રહે છે. પોતાના જ રહેણાંકના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમની નાની ઓફિસ છે જે અંદાજે 30 ચોરસ મીટરની આસપાસ છે. ઓફિસમાં તેઓ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું કામ કરે છે.

AMCએ નોટિસ પણ ફટકારી -પોતાના રહેણાંકની નીચે જ ઓફિસનો ઉપયોગ કરતા હોવાના લીધે AMCએ તેમને રહેણાંકના મકાનમાં જ રહેણાંક અને પ્રોફેશનલ ઉપયોગના મુદ્દે(Residential property as professional use) બે અલગ અલગ ટેક્સ બિલ આપ્યા હતા. એ દરમિયાન અરજદાર તરફથી તેનો કોઇ અમલ ન કરાતા તેને લઈને AMCએ તેમને નોટિસ પણ ફટકારી(Ahmedabad Municipal Corporation Gave Notice) હતી. ત્યારબાદ ડિસેમ્બર 2021માં AMC ઓફિસને સીલ કરી દીધી હતી. તેથી આ ઓફીસને ખોલવા માટે થઈને અરજદાર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કેસ સિંગલ જજ સામે ચાલ્યો હતો ત્યારે સિંગલ જજ દ્વારા AMCની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે AMC દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય છે. જેથી તેમાં બીજો કોઈ હસ્તક્ષેપ કરવામાં ન આવે.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત -અરજદાર દ્વારા સિંગલ જજના ચુકાદાને પડકારતી અરજી મુખ્ય ન્યાયધીશની ખંડપીઠમાં ચાલી હતી. આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે AMC તરફથી રજૂઆત હતી કે, જ્યારે અમે અરજદારના રહેઠાણના વિસ્તારની તપાસ હાથ ધરી હતી તે જાણવા મળ્યું હતું કે, અરજદારના નિવાસસ્થાનના ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક લોકો આ જગ્યાનો ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. જે CGDCRના નિયમથી વિપરીત છે અને તે માટે થઈને તેમને બે અલગ અલગ ટેક્સ બિલનું નોટિસ પાઠવવામાં આવી હતી. બીજી બાજુ સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે, કે અરજદાર પોતાના જ ઘરમાં પ્રથમ માળે રહે છે જ્યારે તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેઓ નાની એવી ઓફિસ ધરાવે છે.

રહેણાંક અને પ્રોફેશનલ ઉપયોગના મુદ્દે બે અલગ અલગ ટેક્સ બિલ -જ્યારે CGDCRના નિયમ(Rules of CGDCR) મુજબ યોગ્ય છે તેમ છતાં પણ AMC તેમને રહેણાંકના મકાનમાં જ રહેણાંક અને પ્રોફેશનલ ઉપયોગના મુદ્દે બે અલગ અલગ ટેક્સ બિલ આપ્યા છે. આ સાથે સાથે ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે. તમામ નિયમોનું પાલન કરવા છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેથી સિંગલ જજના હુકમને રદ્દ(Repeal of Single Judge Order) કરો અને જ્યાં સુધી આ મેટર ચાલે છે ત્યાં સુધી આદેશ સામે સ્ટે આપો એવી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:હવે કબ્રસ્તાનમાં ચાલશે બુલ્ડોઝર, ગુજરાત હાઈકોર્ટે આ જગ્યા પર ગેરકાયદે દબાણ દૂર કરવા કર્યો હૂકમ

હાઇકોર્ટની ખંડપીઠે, AMCને કર્યો સવાલ -સમગ્ર સુનાવણીને સાંભળ્યા બાદ હાઇકોર્ટની ખંડપીઠે, AMCને સવાલ કર્યો હતો કે, વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાના મોટા કામ કરતા લોકો શુ અલગથી ઓફિસ ખોલે? અને તેમના કરે આ તો બધા જાય ક્યાં? જો કે અત્યારે આ સમગ્ર મામલે હાઇકોર્ટની ખંડપીઠે વચગાળાનો આદેશ કર્યો છે અને હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સામે આ મુદ્દે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટની ખંડપીઠે AMCને આ મામલે જવાબ રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

Last Updated : Jun 9, 2022, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details