- અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સ્થપાઇ હતી સિડનહામ લાઇબ્રેરી
- અંગ્રેજી તેમજ સંસ્કૃતના પ્રાચીન ગ્રંથો અને સૌથી વધુ પુસ્તકો ધરાવે છે.
- લાઇબ્રેરીમાં 1 લાખથી વધુ પુસ્તકો અને 34 સામયિકો છે.
અમદાવાદની સૌથી પ્રાચીન લાઈબ્રેરી સિડનહામનું નામ બદલવાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માગ
અમદાવાદ: ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન લાઇબ્રેરીઓ આવેલી છે જે રાજા-રજવાડાઓના સમયથી તેમજ અંગ્રેજોના શાસનકાળમાં સ્થાપિત કરવામાં આવી હતી. આવી જ એક લાઇબ્રેરી અમદાવાદ શહેરમાં આવેલી છે. જેનું નામ છે સિડનહામ લાઇબ્રેરી. આ લાઇબ્રેરી અંગ્રેજોના શાસન દરમિયાન સ્થપાઇ હતી જે શહેરના સૌથી જૂની ગુજરાત કોલેજમાં આવેલી છે. આ લાઇબ્રેરીમાં અનેક દુર્લભ પુસ્તકો આવેલા છે, જેમાં ભારત નિર્માણના ઇતિહાસ અંગેની અવનવી વાતો જાણવા મળી શકે છે.
મુંબઈના ગવર્નર હતા લૉર્ડ સિડનહામ કોણ હતા સિડનહામ?
ઇ.સ. 1912માં આ ઈમારતનો પાયો નાખનાર તે સમયના મુંબઈના ગવર્નરનું નામ સર જ્યોર્જ ક્લાર્ક હતું. જેમને પાછળથી ઇંગ્લેન્ડના રાણી તરફથી લૉર્ડ સિડનહામનું બિરુદ પ્રાપ્ત થયું હતું. પરિણામે 1917માં નિર્માણ પામેલા આ પુસ્તકાલયનું નામ સિડનહામ લાઇબ્રેરી પડ્યું હતું. નિર્માણ થયેલા વિશાળ અને ભવ્ય સભાખંડની મુલાકાત માટે ઇંગ્લેન્ડના તે સમયના રાજા જ્યોર્જ પાંચમાની 1911ની હિન્દની મુલાકાતની સ્મૃતિમાં સભાખંડનું નામ કિંગ જ્યોર્જ ફીફ્થ હૉલ પાડવામાં આવ્યું હતું. આ સભાખંડ 1920માં બંધાયો અને 50 વર્ષ સુધી એ જ નામે ઓળખાતો હતો પરંતુ 1971માં તેનું નામ બદલીને પૂજ્ય મહાત્મા ગાંધીના નામે ગાંધી હોલ રાખવામાં આવ્યું હતું. સિડનહામ મુંબઇના ગવર્નર હતા અને ગુજરાતમાં અંગ્રેજોનું શાસન ચાલતું હોવાથી તેમનું ભારે વર્ચસ્વ હતું.
અંગ્રેજ શાસક લૉર્ડ સિડનહામના નામની જગ્યાએ સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનારીવાલાના નામની માગ અમદાવાદની સૌથી પ્રાચીન લાઈબ્રેરી સિડનહામ સિડનહામ લાઇબ્રેરીની ખાસિયતોગુજરાત કોલેજની અંદર આવેલી સિડનહામ લાઈબ્રેરી ઓટોમેટિક સોફ્ટવેર સાથે સંકળાયેલી છે. જેમાં એક લાખ કરતાં વધુ પુસ્તકો રહેલા છે. આ તમામ પુસ્તકો સોફ્ટવેર સાથે કનેક્ટ કરવામાં આવેલા છે તેમજ 30થી વધુ મેગેઝીન લાઈબ્રેરીની અંદર રહેલા છે. ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ સાથે દરરોજના સૌથી વધુ મુલાકાતીઓ આ લાઇબ્રેરીની મુલાકાત લઈ રહ્યા છે. 6000થી વધુ જર્નલ અને 3 લાખથી વધુ e-books ઓનલાઇન જોવા મળી રહી છે. હાલ લાઇબ્રેરીમાં કોલેજના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરશિપ સાથે જોડાયેલા છે. લાઇબ્રેરીમાં સૌથી મહત્વનું કલેક્શન જોવા મળી રહ્યું છે જેમાં સંસ્કૃત લિટરેચર આગવું સ્થાન ધરાવી રહ્યા છે.
લાઇબ્રેરીમાં 1 લાખથી વધુ પુસ્તકો અને 34 સામયિકો છે. લાઇબ્રેરીનું નામ બદલવાની વિદ્યાર્થી સંગઠનોની માગઅંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગુજરાત કોલેજમાં સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા, જેનું સ્મારક આજની તારીખમાં પણ ગુજરાત કોલેજની અંદર બનાવવામાં આવેલું છે, આથી તેમની યાદમાં સિડનહામ લાઇબ્રેરીનું નામ બદલીને વિનોદ કિનારીવાલા રાખવામાં આવે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માગ કરવામાં આવી છે.
ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ લે છે નિયમિત મુલાકાત