ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ ઘોડાસરની કેનાલમાં બે ગાય પડી ગઈ, જીવદયા સંસ્થા દ્વારા જહેમતથી બચાવી

પ્રાણીમાત્રને જીવ વહાલો હોય પણ જેમ મનુષ્ય પોતે સંકટમાં હોય તો કોઇને મદદની ગુહાર લગાવી શકે છે તેમ પશુપંખી કરી શકતાં નથી. જોકે આપણી સંસ્કૃતિમાં પ્રાણીમાત્રને રક્ષવાના સંસ્કાર છે જેને લઇને કોઇપણ પશુપંખી સમસ્યામાં જણાય તો કોઇને કોઇ મદદ કરનાર આગળ આવતાં હોય છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલમાં હાલ પાણીનો આવરો છે ત્યારે ચારો ચરતાં ચરતાં પાણીમાં પડી ગઈ હતી જેને રાંભીયા ટ્ર્સ્ટે જહેમત લઇને બચાવી લીધી હતી.

By

Published : Aug 14, 2020, 7:31 PM IST

અમદાવાદઃ ઘોડાસરની કેનાલમાં બે ગાય પડી ગઈ, જીવદયા સંસ્થા દ્વારા જહેમતથી બચાવી
અમદાવાદઃ ઘોડાસરની કેનાલમાં બે ગાય પડી ગઈ, જીવદયા સંસ્થા દ્વારા જહેમતથી બચાવી

અમદાવાદઃ અમદાવાદના ઘોડાસરની કેનાલની પાળી પરથી ઘાસચારો ચરતાં એકસાથે બે ગાયો પાણી પડી ગઈ હતી. સ્થાનિકો દ્વારા જીવદયા સંસ્થા, ગીતાબહેન બચુભાઈ રાંભિયા ટ્ર્સ્ટના કાર્યકરો અને તબીબોની મદદથી બન્ને ગાયોને બહાર કાઢી હતી.

અમદાવાદઃ ઘોડાસરની કેનાલમાં બે ગાય પડી ગઈ, જીવદયા સંસ્થા દ્વારા જહેમતથી બચાવી

ઘોડાસર કેનાલમાં બે ગાયો ગરકાવ થયાંની ઘટનામાં તેના માલિકો ડોકાયાં ન હતાં. ગાયોને દોહીને દૂધ વેચતાં ગાયમાલિકો કેનાલમાંથી ગાયોને બહાર કાઢીને તેની સારવાર કરાઈ ત્યાં સુધી ડોકાવાની તસ્દી પણ લીધી ન હતી. આ મામલે જીવદયાપ્રેમીઓએ ગાયમાલિકો પર ફીટકાર વરસાવ્યો હતો. બંને ગાયો કેમિકલયુક્ત પાણી પી જતાં બેભાન થઈ હતી. વેટરનરી ડોક્ટરોએ ગાયોને બાટલા ચડાવીને સારવાર કરી હતી.

અમદાવાદઃ ઘોડાસરની કેનાલમાં બે ગાય પડી ગઈ, જીવદયા સંસ્થા દ્વારા જહેમતથી બચાવી

ABOUT THE AUTHOR

...view details