- ટ્રાફિક પોલીસ દંડ વસૂલવા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે
- ટ્રાફિક પોલીસ હવે POS મશીનથી દંડ વસુલશે
- POS મશીન માટે SBI બેન્ક સાથે MOU કર્યા
- પ્રાથમિક તબક્કે પોલીસને 300 મશીન આપવામાં આવ્યા
અમદાવાદ: ટેકનોલોજીના બદલાતા યુગ સાથે હવે સરકારી વિભાગો પણ હાઇટેક બની રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ હવે દંડ વસૂલવા માટે હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. જ્યારે, હવે પોલીસ રોકડ રકમ ચુકવવા માંગતા વાહનચાલકો પાસેથી POS મશીનથી પણ દંડ વસૂલ કરવામાં આવશે. આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ, UPI, QR કોડ, BHIM એપ વગેરે માધ્યમથી પેમેન્ટ કરી શકશે.
ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે આ પણ વાંચો:કોરોના ઇફેક્ટ: ટ્રાફિક નિયમભંગ માટે સુરત ટ્રાફિક પોલીસે શરુ કરી આધુનિક ઢબથી વસૂલી
300 મશીન પોલીસને આપવામાં આવ્યા
હાલમાં તો POS મશીન માટે ટ્રાફિક પોલીસે SBI બેન્ક સાથે MOU કર્યા છે. આ ઉપરાંત, પ્રાથમિક તબક્કે 300 મશીન પોલીસને આપવામાં આવ્યા છે. જોકે, આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ જે તે વાહન ચાલકને રસીદ પણ આપવામાં આવશે. એટલું જ નહીં જો કોઇ વાહનચાલક પોલીસ સાથે માથાકૂટમાં ઉતરશે તો તેનો ફોટો કે વીડિયો પણ આ મશીનથી ઉતારી શકાશે.
ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે આ પણ વાંચો:વડોદરા પોલીસનું હવે ડિજિટલ માર્ગ તરફ પ્રયાણ
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું
ટ્રાફિક પોલીસે હવે ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી છે. જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે. આ સાથે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચેની માથાકૂટ પણ ઓછી જોવા મળશે.