ગુજરાત

gujarat

ETV Bharat / city

નંબર પ્લેટમાં કરશો ચેડા, તો વાહન થશે જપ્ત!

અમદાવાદઃ શહેરમાં લોકોને ટ્રાફીના નિયમોનું પાલન કરાવવા પોલીસ કટિબદ્ધ થઈ છે. ટ્રાફિક પોલીસ નિયમોને લઇને એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં ઇ-મેમો બાદ હવે નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકના વાહનો જપ્ત કરવામાં આવશે.

By

Published : Apr 15, 2019, 2:21 PM IST

Updated : Apr 16, 2019, 11:57 AM IST

સ્પોટ ફોટો

ઈ-મેમોથી બચવા માટે લોકોએ હવે પોતાના વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું શરુ કર્યું છે. જેમકે નંબર પ્લેટ તોડી નાખવી, નંબર પ્લેટ ઢાંકી દેવી અને નંબર પ્લેટમાંથી એક અંક ચેકી નાખવો જેવા ઉપાયો અજમાવતા થયા છે. ત્યારે પોલીસ પણ હવે આ બાબતે જાગૃત થઈ છે. આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના આશ્રમ રોડ પર રિવર ફ્રન્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહનોની આગળ તથા પાછળ બંનેની નંબર પ્લેટ ચેક કરવામાં આવી હતી અને નંબર પ્લેટ સાથે ચેડાં કરનારનું વાહન જમા કરવામાં આવ્યું હતું, તો કેટલાક વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

Last Updated : Apr 16, 2019, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details