અમદાવાદ કાપડ મહાજન શરૂ કરશે વેપારી માટે ઓનલાઈન વર્ચ્યુઅલ એક્ઝિબિશન - ઓનલાીન બિઝનેસ
કોરોનાની મહામારી વચ્ચે તમામ ઉદ્યોગોને અનેક મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો કોરોનાવાયરસના કારણે નાના મોટા તમામ ઉદ્યોગો થયાં હતાં જેની સૌથી મોટી અસર કાપડ ઉદ્યોગ પર પણ જોવા મળી હતી. જેને લઇ મસ્કતી કાપડ મહાજન ફેબેક્ષા વેપારીઓ માટે ઓનલાઈન વર્ચ્યુઅલ એક્ઝિબિશન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જે એક્ઝિબિશન ૯૦ દિવસ સુધી કાર્યરત રહેશે.
અમદાવાદઃ કોરોનાની મહામારીના કારણે અનેક એવા નાના મોટા ઉદ્યોગો બંધ થઈ ગયાં હતાં. જેની સૌથી મોટી અસર કાપડ માર્કેટ પર પણ જોવા મળી છે. જેને લઇ અમદાવાદ સ્થિત મસ્કતી કાપડ મહાજન ફેબેક્ષા દ્વારા તમામ ઉદ્યોગો સાથે જ કાપડના વેપારીઓને એક પ્લેટફોર્મ પર જોડવાનું કામ કરશે. 24 ઓગસ્ટથી શરૂ થનાર ઓનલાઇન વર્ચ્યુઅલ એક્ઝિબિશન 90 દિવસ સુધી કાર્યરત રહેશે. આ એક્ઝિબિશન દ્વારા મહામારીમાં રેલવે બસ હવાની અવરજવર નિયમિત ન હોવાના કારણે દરેક વેપારી બંધુઓને ઓનલાઇન માધ્યમથી ઘરે બેઠાં જ પોતાની પ્રોડક્ટ દુનિયા સુધી પહોંચાડવી માહિતીનું આદાનપ્રદાન કરી શકીએ તેવા ઉદ્દેશથી જ આ ઓનલાઇન એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે.