અમદાવાદઃ રાજ્યમાં જીવલેણ વાઈરસનો કહેર યથાવત છે, ત્યારે શહેરમાં આ ઘાતક વાઈરસની અસર વધુ વર્તાઈ છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર પર કાપ મુકવાથી સ્વાસ્થ્ય કર્મીઓ ફરી હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પ્રથમ તબક્કાના કોરોના વોરિયર્સ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહેતા સ્વાસ્થય કર્મીઓના પગારમાં કાપ મૂકવો કેટલો યોગ્ય છે? આવી કપરી પરિસ્થિતિમાં પણ SVP હોસ્પિટલના અનેક સ્વાસ્થય કર્મચારીઓનો પગાર પૂરતો ન ચૂકવાતા તેઓ હોસ્પિટલના કેમ્પસમાં જ હડતાળ પર ઉતર્યા છે.
અમદાવાદ SVP હોસ્પિટલના કર્મચારીઓ પગાર મુદ્દે નારાજ, વિરોધ કરી હડતાલ પર ઉતર્યા
રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. અમદાવાદને તો ગુજરાતનું વુહાન કહી સંબોધવામાં આવી રહ્યુ છે, કોરોના સંક્રમણ સામે લડતાં સ્વાસ્થય કર્મીઓને કોરોના વોરિયર્સ કહેવામાં આવ્યા છે. ત્યારે શહેરની SVP હોસ્પિટલના સ્વાસ્થય કર્મીઓનો પગાર કપાત કરવામાં આવ્યો છે, તેથી તમામ સ્વાસ્થય કર્મીઓએ નારાજગી બતાવી હડતાળ પર ઉતર્યા છે. આથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ફરી નારાજ થયો છે. ત્યારે હોસ્પિટલની બહાર 50 થી 60 સ્વાસ્થય કર્મીઓ એકઠા થઇને વિરોધ દર્શાવ્યો હતો. SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવામાં આવશે તેવા વાયદા કરેલા પૂર્ણ ન થતા કર્મચારીઓ નારાજ થયા છે. હજી સુધી 150 જેટલા સ્વાસ્થય કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેવું તેઓેેેેેેેેેેેેેએ જણાવ્યુ હતુ.
નર્સિંગ સ્ટાફને દિવસ દીઠ પગાર સિવાય 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં તેની સંપૂર્ણ ચુકવણી કરી ન હોવાથી કર્મચારીઓએ નારાજગી બતાવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, નર્સિંગના કર્મીઓને 15 થી 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાના શરૂઆતના 15 દિવસ અને મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના નાણાં ચૂકવાયા નથી. તેમજ જે 15 દિવસ લેખે 250 રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમાં પણ કેટલાકને ઓછા અથવા તો કેટલાકને ના મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.