- GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાશે ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ
- મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીના PPP મોડેલથી શરુ કરાઈ પહેલ
- લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વિના જ કરાવી શકશે ટેસ્ટીંગ
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદીઓ હવે ગાડીમાંથી ઉતર્યા વિના જ ટેસ્ટ કરાવી શકશે. મહત્વનું છે કે, આ પ્રકારે પહેલ કરનારું અમદાવાદ શહેર પ્રથમ બન્યું છે. પરંતુ આ ટેસ્ટ 800 રૂપિયામાં થશે. જેને જોતા કદાચ આમ જનતાના બજેટ પર સીધી અસર કરી શકે છે. જો કે ટેસ્ટ કરાવવા આવનાર લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટેનું આ ટેસ્ટીંગ વધુ કારગર સાબિત થશે.
આ પણ વાંચોઃલુણાવાડામાં ધન્વંતરી રથ દ્વારા 58 RTPCR અને 5 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા
કઈ રીતે કરાઈ છે વ્યવસ્થા?
GMDC ગ્રાઉન્ડ ખાતે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી RT-PCR ટેસ્ટ કરી આપવામાં આવશે. જેમાં ટેસ્ટ કરાવનાર ગાડીમાંથી ઉતર્યા વિના જ ટેસ્ટીંગ કરાવી શકશે. વધુમાં આ માટે કોઈ એપોઇન્મેન્ટ કે લાઈનમાં ઉભા રહ્યા વિના ટેસ્ટીંગ કરાવી શકશે. આ માટે GMDC ખાતે પાંચ કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.