ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્રોસવર્ડના બાથરૂમમાં યુવતીનો વીડિયો ઉતારનાર આરોપી ઝડપાયો - gujarati news

અમદાવાદઃ શહેરના એસ. જી. હાઇવે ખાતેના ક્રોસવર્ડમાં એક યુવકે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયનો વીડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 9:44 AM IST

ઘટનાની ફરીયાદ મળતા પોલીસે આ અંગે તપાસ શરુ કરી હતી અને તપાસમાં ક્રોસવર્ડના CCTV ચેક કરતા યુવકની ઓળખ થઇ હતી. યુવકને જાણ થઇ ગઈ હતી કે, આ મામલે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે તેથી આરોપી ઘરેથી નાસી ગયો હતો. 2-3 દિવસ વીત્યા બાદ બદનામીના ડરથી યુવક પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તેનું નામ ઋષિકુમાર પરમાર (ઉંમર 29) છે અને તે ઈસરો કોલોની ખાતે રહે છે. આરોપીએ બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હોવાથી તે ક્રોસવર્ડ ખાતે નિયમિતપણે આવે છે. આ દરમિયાન તેણે યુવતીનો બાથરૂમમાં વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

વીડિયો ઉતારનાર આરોપી

ઉલ્લેખનીય છે કે, યુવતીનો વીડિયો ડીલીટ કરી દીધો હોવાનું આરોપીએ કબુલ્યું હતું. પોલીસે આરોપીનો મોબાઈલ અને વાહન કબ્જે કર્યા હતા. આરોપીએ વીડિયો કયા મોબાઈલમાં લીધો અને ક્યાં રાખ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details