અમદાવાદ: શહેરમાં આવેલા લૉ ગાર્ડન પાસે નવરાત્રિના 1 મહિના અગાઉથી જ લોકોની ખરીદી માટે ભીડ લાગતી હોય છે અને છેલ્લા દિવસોમાં તો પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. ત્યારે આ વર્ષે નવરાત્રિના 1-2 દિવસ અગાઉ પણ દુકાનો ખાલી ખમ જોવા મળી છે. દુકાનદાર ઉત્તમભાઈએ ETVBharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિને લઈને તેઓએ 4-5 માસ અગાઉથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. કાપડ અને તેના પર લાગતી વિવિધ એેમ્બ્રોઇડરી ખરીદીને ચણીયા ચોલી, કેડિયા તથા અન્ય ટ્રેડિશનલ કપડાં બનાવવાની તૈયારી શરૂ કરી હતી. પરંતુ હાલમાં તે તમામ મહેનત અને રોકાણ વ્યર્થ ગયું છે.
ચણીયા ચોલી, કેડિયા તથા અન્ય ટ્રેડિશનલ કપડાં બનાવવામાં કરેલું રોકાણ માથે પડ્યું લોકડાઉન અને તે બાદ 6 માસ જેટલો સમય દુકાનો બંધ રાખવામાં આવી હતી અને જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે લોકો ખરીદી માટે આવતાં હતાં. પરંતુ સરકાર દ્વારા ગરબા માટે મંજૂરી ન આપતા લોકો હવે ખરીદી કરવા આવતાં નથી. આગામી દિવસોમાં દીવાળી અને અન્ય તહેવાર આવી રહ્યાં છે તેને લઈને પણ લોકોની ભીડ જોવા મળી રહી નથી.
પગ મૂકવાની જગ્યા ન જોવા મળે તેવી ભીડ હોય ત્યાં આવું દ્રશ્ય છે
લૉ ગાર્ડનની ફરતે 110 કેટલા દુકાન અને પાથરણાંવાળા આવેલા છે અને તે તમામ લોકોએ 5 થી 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે 3 થી 5 ટકા જ વેપાર થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ વેપારીઓએ ગ્રાહકની જ રાહ જોઈ રહ્યાં હોય છે. સરકાર તરફથી પણ કોઈ રાહત પેકેજ પણ મળ્યું નથી જેથી વેપારીઓને વધુ મુશ્કેલી પણ પડી રહી છે.
પગ મૂકવાની જગ્યા ન જોવા મળે તેવી ભીડ હોય ત્યાં આવું દ્રશ્ય છે કોરોનાના કારણે મોટા ઉદ્યોગોને તો નુકસાન થયું છે પરંતુ નાના વેપારીઓ પણ ખૂબ જ મુશ્કેલી છે, લૉ ગાર્ડન પાસે આવેલા દુકાનદારો અને પાથરણાંવાળાઓની હાલત પણ કફોડી બની છે કારણ કે તેમના સીઝનલ ધંધામાં નવરાત્રિના વેપારમાંથી થતી આવક તેમના આગામી સીઝન સુધીની ઘણી ગણતરીઓ સાથે ધંધામાં રોકાણ રાખીને આવકની ગણતરીની સામે જોખમ લીધું હોય છે. ત્યારે આ સીઝનમાં ખૂબ જ નિરાશાજનક ધરાકીને લઇને ચિંતામાં તો છે. તેમ થતાં આજે સરકારે સોસાયટીઓમાં ગરબા પર પોલીસ પરમીશન નહીં લેવી પડે તેવી જાહેરાત કરતાં બે દિવસમાં વળી થોડીઘણી ખરીદી કરવા ગરબાના અઠંગ ખેલૈયાઓ આવશે તેવી ઓર એક આશા જાગી ગઈ છે.