ગુજરાત

gujarat

ETV Bharat / city

ફી માફીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ, DEO કચેરીની તાળાબંધી કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની કરી અટકાયત

દેશ અને વિશ્વ એક તરફ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે એની NSUI સતત વિરોધ નોંધાવી રહ્યું છે. ત્યારે એની સિવાય દ્વારા આજે વસ્ત્રાપુર ખાતે આવેલ કચેરીનું તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાળાબંધી કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી.

ફી માફીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ, DEO કચેરીની તાળાબંધી કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની કરી અટકાયત
ફી માફીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ, DEO કચેરીની તાળાબંધી કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની કરી અટકાયત

By

Published : Jul 8, 2020, 3:22 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસે સતત ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેને લઈ કોંગ્રેસ પક્ષ અને NSUI વિદ્યાર્થી સંગઠન સતત વિરોધ નોંધાવી રહ્યું છે. જેને લઇ NSUI દ્વારા અમદાવાદ ખાતે આવેલ બહુમાળી ભવન એટલે કે deo કચેરી તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેને ધ્યાનમાં રાખી પોલીસે પહેલાંથી જ પોતાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ફી માફીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ, DEO કચેરીની તાળાબંધી કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની કરી અટકાયત
એન.એસ.યુ.આઈ કાર્યકર્તાઓ સાથે તાળું લઈને DEO કચેરી પહોંચી હતી તે દરમિયાન ફી માફી અંગે ઉગ્ર વિરોધ કરતાં અને સૂત્રોચ્ચાર સાથે જ deo કચેરી બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.NSUIના કાર્યકર્તાઓ જોવા મળતાંની સાથે જ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી દેવામાં આવી હતી

ABOUT THE AUTHOR

...view details