ગુજરાત

gujarat

ETV Bharat / city

કોર્પોરેશનની આ સ્કીમથી તો કરદાતા સામે આવીને કર ભરશે, કઈ રીતે, જૂઓ - Gujarat Assembly Election 2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કરદાતાઓને રાહત આપવા જઈ (Ahmedabad Municipal Corporation gave relief to taxpayers) રહી છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે (Celebrating the Amrit Mohotsav of Azadi) મિલકત વેરામાં 75 ટકા સુધીની રાહત (Property tax relief to taxpayers) આપવામાં આવશે. તો ક્યાં સુધી તેનો લાભ લઈ શકાશે આવો જાણીએ.

કોર્પોરેશનની આ સ્કીમથી તો કરદાતા સામે આવીને કર ભરશે, કઈ રીતે, જૂઓ
કોર્પોરેશનની આ સ્કીમથી તો કરદાતા સામે આવીને કર ભરશે, કઈ રીતે, જૂઓ

By

Published : Jul 30, 2022, 9:48 AM IST

અમદાવાદઃ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. તેવામાં હવે આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કરદાતાઓને ભેટ આપવા જઈ રહી છે. કારણ કે હવે 8 ઓગસ્ટથી 75 દિવસ સુધી 75 ટકા ટેક્સના વ્યાજમાં રાહત આપવામાં (Property tax relief to taxpayers) આવશે. લોકો વધુને વધુ ટેક્સ ભરતા થાય તે માટે AMCએ આ નિર્ણય કર્યો (AMC Revenue Committee) હતો.

લોકો વધુ ટેક્સ ભરતા થાય તે માટે AMCનો નિર્ણય

લોકો વધુ ટેક્સ ભરતા થાય તે માટે AMCનો નિર્ણય - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો વધુને વધુ ટેક્સ ભરતા થાય. આ માટે AMC રિબેટ યોજના લાવી હતી. ત્યારે હવે AMC દ્વારા વધુ એક વાર લોકોને ટેક્સમાં રાહત મળે તે હેતુથી (Property tax relief to taxpayers) બાકી નીકળતા ટેક્સની રકમના વ્યાજમાં 75 ટકા રાહત મુદ્દે રેવન્યૂ કમિટીમાં મજૂરી (AMC Revenue Committee) આપવામાં આવી હતી.

આ પણ વાંચો-Problem of potholes in Sabarkantha : નેશનલ હાઈવે ઓથોરિટીએ આ વિશે કંઇ કહેવાનું છે?

8 ઓગસ્ટથી મળશે લાભ -આ વર્ષે અંતે વિધાનસભાની ચૂંટણી આવી (Gujarat Assembly Election 2022) રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજની રકમમાં 75 ટકા સુધીની માફીની જાહેરાત કોર્પોરેશન (Property tax relief to taxpayers) દ્વારા કરવામાં આવી છે. આ લાભ ચાલુ વર્ષના ટેક્સ ઉપર નહીં મળે. ભૂતકાળના જે કોઈ પણ મિલકત વેરા બાકી હોય. તેના વ્યાજ ઉપર 75 ટકા રાહત જાહેર કરવામાં આવી છે. જોકે, આ યોજનાનો અમલ 8 ઓગસ્ટે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય (AMC Revenue Committee) કરાયા બાદ અમલી બનશે.

આ પણ વાંચો-શું AMCના હિસાબી ખાતા પાસે 10 વર્ષનો હિસાબ નથી..!

75 દિવસ સુધી જ મળશે લાભ -દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ (Celebrating the Amrit Mohotsav of Azadi) ઉજવવામાં આવી રહ્યો છે. તેને લઈ 8 ઓગસ્ટે સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ આગામી 75 દિવસ સુધી ટેક્સના વ્યાજમાં 75 રાહતનો લાભ (Ahmedabad Municipal Corporation gave relief to taxpayers) મળશે. તેમાં સરકારી રહેણાક તેમ જ કોમર્શિયલ પ્રકારની કોઈ પણ મિલકત હોય. તે તમામ મિલકતોને આ યોજનાનો લાભ મળશે. અમદાવાદ કોર્પોરેશનને તેનાથી 200થી 250 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

ABOUT THE AUTHOR

...view details