ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 4 સ્ટોલ સીલ કર્યા, 480 ગલ્લા વાળાઓએ સ્વયંભૂ બંધ પાળ્યો - social distance

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જે કારણે શહેરની ચાની કીટલી બંધ કરવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ લોકો કોરોનાને હજૂ પણ ગંભીરતાથી લઈ રહ્યા નથી. જે કારણે અમદાવાદ મનપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા શહેરના 4 સ્ટોલ સીલ કર્યા હતા. આ સાથે 480 ગલ્લા વાળાઓએ કોરના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્વયંભૂ પાનના ગલ્લા બંધ રાખ્યા હતા.

Ahmedabad Municipal Corporation
Ahmedabad Municipal Corporation

By

Published : Sep 18, 2020, 11:52 PM IST

અમદાવાદઃ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.

AMCએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 4 સ્ટોલ સીલ કર્યા

શુક્રવારે મનપાની ટીમ શહેરના 7 ઝોનના 48 વોર્ડમાં આવેલા ટી સ્ટોલનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 4 દુકાનવાળા ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે, આ સાથે 480 જેટલા કેટલીના માલિકોને કોરોનાની ગંભીરતા સમજાવતા સ્વયંભૂ બંધ કરવામાં આવી છે.

ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર થઈ રહી છે. ત્યારે શુક્રવારે મનપાએ સીલ કરેલા એકમોમાં ઉત્તરમાં 2 દક્ષિણમાં 1 અને મધ્ય ઝોનમાં 1નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details