ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં લૉકડાઉનનો ભંગ કરશો થશે કાર્યવાહી, શહેરમાં કુલ 5 હજારથી વધુ ગુના

અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ સંક્રમણ સંદર્ભમાં શહેર પોલીસ કમિશ્નરે આજ દિન સુધી માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં કુલ 5798 ગુના નોંધાયા છે. તેમજ કુલ 12785 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.

ahmedabad lock down
અમદાવાદ : લૉકડાઉનનો ભંગ કરશો તો થશે કડક કાર્યવાહી, શહેરમાં કુલ 5 હજારથી વધુ ગુન્હા દાખલ

By

Published : Apr 22, 2020, 9:34 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ સંક્રમણ સંદર્ભમાં શહેર પોલીસ કમિશ્નરે આજદિન સુધી માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં કુલ 5798 ગુના નોંધાયા છે. તેમજ કુલ 12785 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.

ગુનાની આંકડાકીય માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.

અમદાવાદ શહેરમાં IPC કલમ 144 જાહેરનામાં ભંગ કલમ 188, G.P એકટ 1951 કલમ 135 મુજબ અત્યાર સુધી કુલ નોંધાયેલ ગુનાની સંખ્યા 4385 અટક કરેલ છે. જેમાં કુલ આરોપીઓની 10174 તથા ગઈકાલ તા. 21.04.2020ના રોજ નોંધાયેલ ગુહાની સંખ્યા 01 અને અટક કરેલ આરોપીની 01 જ્યારે IPC કલમ 269, 270 , અને 271 તથા Epidemic Disease Act 2005 મુજબ નોંધાયેલ કુલ ગુનાની સંખ્યા 1227 અને અટકાયત કરેલ આરોપીઓની સંખ્યા 2275 તથા તા 21.04.2020ના રોજ નોંધાયેલ ગુન્હાની સંખ્યા 67 અને અટક કરેલ આરોપીની સંખ્યા 109 થવા જઈ રહ્યા છે.

IPC કલમ 143,144,145 વગેરે ( હંગામો ) હેઠળ નોંધાયેલ કુલ ગુનાની સંખ્યા 09 છે અને અટક કરેલ આરોપીઓની સંખ્યા 69 છે. તથા ગઈકાલ તા 21.04.2020 ના રોજ નોંધાયેલ ગુન્હાની સંખ્યા 01 Disaster Management Act 2005 હેઠળ અત્યાર સુધી નોંધાયેલા કુલ ગુનાની સંખ્યા 177 અને અટક કરેલ આરોપીઓની સંખ્યા 267 તથા ગઈકાલ તા.21.04.2020 રોજ નોંધાયેલ ગુન્હાની સંખ્યા 12 અને આરોપીની સંખ્યા 26ની અટકાયત કરવામાં આવેલી છે.

વાહનોની વિગત આપતા જણાવ્યું કે, ગઈકાલે કુલ 24 વાહનનો કાયદાના ભંગ બદલ ડીટેઈન કરવામાં આવ્યા અને રૂ. 21,300 દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધી કુલ 5625 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે, ગઈકાલે 893 વાહનો મુક્ત કરવામાં આવ્યાં છે. લૉકડાઉનનો વધુ કડક અમલ કરાવવા શહેરમાં 25 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ડ્રોનના ઉપયોગ દ્વારા 3 ગુનો નોંધાયેલા છે. 9 આરોપીઓની અટક કરવામાં આવી છે. જ્યારે ગઈકાલે CCTV સર્વેલન્સ દ્વારા કુલ 02 કેસ નોંધાયેલા છે, જ્યારે 5 આરોપી અટક કરવામાં આવેલી છે.

અમદાવાદ શહેરમાં વધતા પોલીસકર્મીઓના કેસને ધ્યાનમાં રાખી કુલ 600 અધિકારીઓ અને કર્મચારીઓના કોરોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી 36 પોલીસ અધિકારી અને કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને જ્યારે અન્ય ફોર્સના 9 કર્મચારીઓના પોઝિટિવ રિપોર્ટ મળી કુલ 45 અધિકારી અને કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે હોમ ક્વોરેટાઈનમાં રહેલ કુલ 3996 વ્યક્તિઓને શહેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ચેક કરવામાં પણ આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં કુલ 15 વિસ્તારોને AMC દ્વારા કલસ્ટર ક્વોરેનટાઈન જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ તથા SRPનો બંદોબસ્ત લગાડવામાં આવ્યો છે. શહેરમાં કોટવિસ્તારના કારંજ, શાહપુર, કાલુપુર, ખાડીયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર વિસ્તાર તથા દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યાં છે. જેને લઈ અત્યાર સુધી કર્ફ્યુ ભંગને લઈ કુલ 10 ગુના દાખલ થયેલા છે. કુલ 167 આરોપીઓની અટક કરવામાં આવી છે તથા તા. 21. 04. 2020ના રોજ નોંધાયેલ ગુહાની સંખ્યા 12 અને આરોપીની સંખ્યા 15 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જે આ રીતે પોલીસ કમિશ્નરે માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details