ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ આવી સ્થિતિમાં પણ આરોપીઓ ચોરીઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો હતો. LCBએ ચોરીના સાઈલેન્સર સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જોકે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ 20 જેટલા ગુનાની કબૂલાત પણ કરી હતી.

અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો

By

Published : Jun 7, 2021, 1:34 PM IST

  • ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
  • અમદાવાદ ગ્રામ્ય LCBએ 2 આરોપીની કરી ધરપકડ
  • આરોપીની પૂછપરછમાં 20થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનોમાંથી સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા LCBએ 3 ચોરી કરાયેલા સાઈલેન્સર સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે 20 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો-વાપીમાં 28 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરાઇ

સાઈલેન્સર ચોર્યા બાદ બીજી ગાડીમાં લગાવતા હતા

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય LCBની કસ્ટડીમાં રહેલા 2 આરોપીઓ મુનાફ ઉર્ફે ડોસો વોરા અને તોફિક ઉર્ફે અબ્બા પિંજારા છે. બંને આરોપીની સાણંદ-બાવળા રોડ પરથી ઈક્કો ગાડીના 3 સાઈલેન્સર સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે ગાડી અને સાઈલેન્સર મળી 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની સઘન પૂછપરછમાં તેમણે 20થી વધુ ગુનાની કબૂલાત કરતા પોલીસે અનેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આરોપીઓએ આ અગાઉ સાણંદ , અસલાલી, કલોલ, કડી બારેજા, કઠલાલ સહિતના વિસ્તારોમા ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓ એક સાઈલેન્સર ચોર્યા બાદ તેમાથી 10 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતુ પ્લેટિનમવાળી માટી વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સર બીજી ગાડીમાં લગાવી દેતા હતા. અન્ય ગાડીના સાઈલેન્સરની ચોરી કરતા મુખ્ય આરોપી તોફિક અગાઉ પણ 24 જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, પરંતુ જેલમાંથી બહાર આવી નવી ગેંગ બનાવી ફરી એક વખત ચોરીને અંજામ આપતો હતો. આરોપીએ છેલ્લા એક જ વર્ષમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપ્યા હોવાનુ સામે આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય LCBએ 2 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો-AMC અને પોલીસે ભેગા મળીને સુલ્તાન ગેંગને કાયદાના પાઠ ભણાવ્યા

અગાઉ સરખેજ પોલીસે પણ એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી

મહત્વનું છે કે, ન માત્ર અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર વિસ્તાર, પરંતુ અમદાવાદ શહેર માત્ર પણ સાઈલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ અગાઉ પણ સરખેજ પોલીસે એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી રાજસ્થાન કનેક્શન ખૂલ્લુ પાડ્યું હતું તેમ છતા કિંમતી ધાતુ માટે થતા સાઈલેન્સર ચોરાની ઘટના અટકી નથી. ત્યારે પોલીસ આ સાઈલેન્સર ચોરીને અટકાવામા ક્યારે સફળ થશે તે જોવુ રહ્યું.

ABOUT THE AUTHOR

...view details