અમદાવાદઃ 5 વર્ષ પૂર્ણ થયાં છતાં કાયમી ન કરાતાં લેબ ટેકનિશિયનનો વિરોધ - સિવિલ
કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ અને પેરામેડીક સ્ટાફ તો ફરજ બજાવી રહ્યાં છે. એ સાથે રાજયની હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા સ્ટાફે તેમના પ્રશ્નોની રજૂઆત સાથે વિરોધ કર્યો છે.
અમદાવાદઃ 5 વર્ષ પૂર્ણ થયાં છતાં કાયમી ન કરાતાં લેબ ટેકનિશિયનનો વિરોધ
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં આવેલ 6 મેડિકલ કોલેજ, PHC, CHC ના લેબોરેટરી ટેક્નિશયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલમાં આવેલ બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં લેબ ટેક્નિશયનના કેટલાક કર્મચારીઓએ તેમની રજૂઆત સાથે વિરોધ કર્યો હતો..