જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાવાની ત્યારે આજે જેઠ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ઐતિહાસિક બની રહેશે કે કોરોના વાયરસની મહામારીને કારણે સાદાઈથી જ જળયાત્રા યોજાઈ હતી જેમાં ગણ્યાંગાંઠ્યા લોકો હાજર હતાં. તે બાદ નિજ મંદિર ખાતે ભગવાનનો અભિષેક, અને ગજવેશ ધારણ કરવાનો અવસર સંપન્ન થયો હતો.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મંદિરના મહંત,ટ્રસ્ટી અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથજીની જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મંદિર ખાતે 1 મોટો કળશ ભરીને જળ લાવવામાં આવ્યું હતું તે બાદ ભગવાનનો જેષ્ઠા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો.. જેઠ માસની પૂનમના દિવસે જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો.