- અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ પ્રકિયા શરૂ
- 1 અને 2 રાઉન્ડમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા એડમિશન
- 6 સપ્ટેમ્બરે યોજાશે ત્રીજો રાઉન્ડ
અમદાવાદ: જિલ્લામાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 2300થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા બાળકોના પ્રવેશને વાલીઓએ 6 સપ્ટેમ્બર સુધીમાં કનફોર્મ કરવાનો રહેશે જેમાં પ્રવેશ કનફોર્મ કરવામાં નહિ આવે તો પ્રવેશ રદ થશે.
આ પણ વાંચો : 'ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન' કહેવાતા દાદાભાઈ નવરોજીનો આજે જન્મદિવસ, તેમના જીવનની દરેક વાતો વાંચો એક ક્લિકમાં...
ત્રીજો રાઉન્ડ પણ યોજવામાં આવશે
RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં 11,150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાંથી 10,106 વિદ્યાર્થીઓના પ્રવેશ કનફોર્મ થયા હતા અને બાકીના વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે મોડુ કરતા અથવા અન્ય કારણથી રદ કરવામાં આવ્યા હતા જેથી બાકીની 2300 કરતા વધુ બેઠક બીજા રાઉન્ડ માટે ફાળવવામાં આવી હતી.બીજા રાઉન્ડમાં 2300 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. 2300 બેઠક પર ફાળવેલા પ્રવેશ 6 સપ્ટેમ્બર સુધી સ્કૂલ પર ડોક્યુમેન્ટ જમાં કરાવીને કનફોર્મ કરવાનો રહેશે. 6 સપ્ટેમ્બર બાદ બાકી રહેલ પ્રવેશ રદ કરવામાં આવશે.બાકી રહેલી બેઠકોને ત્રીજા રાઉન્ડમાં લેવામાં આવશે. બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે. 6 તારીખ સુધી પ્રવેશ કમ્ફમ કર્યા બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.