અમદાવાદ- અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Ahmedabad Hospitals and Nursing Home Association) (AHNA) દ્વારા રજૂઆત કરાઇ હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 400થી વધુ હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સના (Ahmedabad Hospital Registration ) રજિસ્ટ્રેશન (ફોર્મ સી) રીન્યુ ન થવાના કારણે હોસ્પિટલો બંધ (400 hospital registrations hinder) થવાને આરે આવી ગઈ છે. એની સાથે આહનાના પ્રતિનિધિઓએ ગુજરાત સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જો આ બાબતે કોઈ તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો 14 મેના રોજ અમદાવાદમાં તમામ હોસ્પિટલોમાં લેબોરેટરી સહિતની સુવિધાઓ બંધ રાખવામાં આવશે. એટલું જ નહીં રેલી, ધરણા, મેડિકલ બંધ જેવા કાર્યક્રમો કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
14મીના રોજ તમામ હોસ્પિટલ બંધ રાખવાની આહનાની ચીમકી આ પણ વાંચોઃ અમદાવાદની દરેક હોસ્પિટલ્સ તથા નર્સિંગ હોમ્સે 'AHNA' નામના નવા એસોસિએશનની કરી રચના, હેતુ છે પ્રશ્નોના ઉકેલ
સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી -આહના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, જે (Ahmedabad Hospital Registration ) કાયદાનું પાલન ગુજરાત રાજ્યની 50 ટકાથી વધુ બિલ્ડિંગો ન કરી શકતી હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે કાયદામાં કોઇ ખામી છે. અમારી સરકારને તથા સૌ કોઈ લોકોને આ મુદ્દે (Ahmedabad Corporation's rule for hospitals )વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો (BU Permission and C Form for Hospitals in Ahmedabad )કોઈ ઉકેલ આવી રહ્યો નથી.
આ પણ વાંચોઃ RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી
50 ટકા હોસ્પિટલ બંધ થઇ જાય - જો સી ફોર્મ મુદ્દે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમદાવાદ શહેરમાં 50 ટકા જેટલા હોસ્પિટલ- નર્સિંગ હોમ બંધ થઈ જશે. આગ સામેની સુરક્ષા માંટે અમે પ્રતિબદ્ધ છીએ કે તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ. પરંતુ આખા ગુજરાતમાં બીયુ પરમિશનના નિયમો (Ahmedabad Corporation's rule for hospitals )સમાન રીતે લાગુ પડે. તે માટે અમે પણ સરકારની સાથે જ છીએ પરંતુ અમારા સી ફોર્મ રિન્યુ કરી આપવામાં આવે એવી અમારી માંગણી છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે 2014 પહેલા જે હોસ્પિટલ બની છે કે બિલ્ડિંગ બની છે તેમને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી રહી છે, કારણકે વર્ષ 2020ના ઓક્ટોબર મહિનાથી સી ફોર્મ રિન્યુઅલ માટે અચાનક જ ઉપર પરમિશન ફરજિયાત કરી દેવાયું છે જેના કારણે આ સમગ્ર પરિસ્થિતિ (Ahmedabad Hospital Registration ) ગંભીર પ્રકારે ઊભી થઈ છે.
ફક્ત અમદાવાદમાં સી ફોર્મ નિયમ- આહના પ્રતિનિધિઓએ એવી પણ રજૂઆત કરી હતી કે માત્ર અમદાવાદ શહેરમાં જ અચાનક આ સી ફોર્મ નવો નિયમ લાદી દેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં આ નિયમ (Ahmedabad Hospital Registration ) લાગુ કરાયો નથી. ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિયમ (Ahmedabad Corporation's rule for hospitals )લાગુ કરી દેવામાં આવ્યો છે. સી ફોર્મ renewal માં બીયુ પરમિશન કાગળ માગવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોને તેને કારણે તકલીફ પડી રહી છે જેને કારણે અત્યારે અનેક એવી જૂની હોસ્પિટલો છે જે બંધ થઈ શકે છે.
સી ફોર્મ શું છે? - સી ફોર્મ એ એક એવું ફોર્મ છે કે જેમાં હોસ્પિટલ્સે રજીસ્ટ્રેશન (Ahmedabad Hospital Registration ) કરવાનું હોય છે અને આ ફોર્મ ભરીને આપવામાં આવતું હોય છે. જેમાં આ ફોર્મમાં હોસ્પિટલ અંગેની તમામ માહિતી તેના સર્ટિફિકેટની તમામ માહિતી તેમજ સાધનો જેવા તમામ પ્રકારની માહિતી મળી રહે એને સી ફોર્મ કહેવામાં આવે છે. આ બોમ્બે નર્સિંગ એકટ મુજબનું હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે.