અમદાવાદઃ શહેરના ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર થયેલ ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી (Ahmedabad firing with robbery case solved) લીધાં હતાં. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મહેસાણાના એક યુવકે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટીપ આપી હતી જેના આધારે ચારેય આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
મુદ્દામાલનો ભાગ પાડી રહ્યાં હતાં ને પકડાયાં
ક્રાઇમ બ્રાંચની પકડમાં આવેલા 4 રીઢા ગુનેગારોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે.ઘટનાની વિગતવાર વાત કરીએે તો આરોપી કિશનસિંગ મઝવી,ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત,અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો.. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચારથી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતાં. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતાં. ફાયરિંગ કરનાર અમિતે એક ગોળી આંગડિયા પેઢીના કર્મીને પગમાં મારી હતી..લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરી બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતાં..જ્યાં એક મકાનમાં લૂંટના મુદ્દામાલનો આરોપીઓ ભાગ પાડી રહ્યાં હતાં ત્યાં જ ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી (Ahmedabad firing with robbery case solved) લીધાં હતાં.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર