ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: જાણો મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમ કેવી રીતે કરે છે કામ?

મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાચારને લઈને ઘણાં સમયથી મહિલાઓ માટે હેલ્પલાઇન 181 અભયમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે શું છે આ અભયમ અને કેવી રીતે કામ કરે છે જાણો વિશેષ અહેવાલમાં.

અમદાવાદ: જાણો મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમ કેવી રીતે કરે છે કામ?
અમદાવાદ: જાણો મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમ કેવી રીતે કરે છે કામ?

By

Published : Nov 12, 2020, 7:10 PM IST

  • મેગાસિટી અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે મહત્ત્વની હેલ્પલાઈન
  • જાણો ક્યારથી અને કેવી રીતે થઈ 181 અભયમની શરૂઆત
  • અમદાવાદથી શરુ થયેલો પાયલોટ પ્રોજેક્ટ દેશભરમાં પ્રસર્યો

    અમદાવાદઃ વર્ષ 2014માં અભિયમની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેકટ હતો. જે સફળ થતાં સમગ્ર રાજ્યભરમાં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતનું મોડલ જોઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો હતો.
    સરકાર તરફથી 9થી 10 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે

  • કેવી રીતે કામ કરે છે અભયમ?

    જ્યારે કોઈ મહિલાના મનમાં મૂંઝવણ હોય, ઘરેલુ હિંસાથી પીડાતી હોય, છેડતી કે કોઈ હેરાનગતિ થતી હોય ત્યારે 181 અભયમ પર ફોન કરીને મદદ માગી શકે છે. મહિલા કે યુવતીનો કોલ મળતાં જ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને આગળની પ્રક્રિયા શરૂ કરે છે.
  • કઠવાડાના હેડ ક્વોટરથી જ સમગ્ર ગુજરાતભરમાં ચાલે છે 181 અભયમ

    181 પર રાજ્યના કોઈ પણ છેડેથી કોલ મળે તે સીધો અમદાવાદના કઠવાડા ખાતેના હેડ ક્વોટર ખાતે મળે છે. જે બાદ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચીને પોતાની કામગીરી શરૂ કરે છે. સૌ પ્રથમ તો સમાધાન કરાવવામાં આવે છે. તેનાથી સંતોષ ન મળે તો મહિલા કે યુવતીને નારી સંરક્ષણગૃહ પણ મોકલવામાં આવે છે અને જરૂર જણાય તો કાનૂની કાર્યવાહી કરવા માટે પણ મદદ કરવામાં આવે છે.
    મહિલા સુરક્ષા માટે મહત્ત્વની હેલ્પલાઈન

  • સરકાર તરફથી 9થી 10 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે

    181 અભિયમ માટે દર વર્ષે 9થી 10 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે અને તે બજેટમાંથી જ નવા નવા પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવે છે. 181ની એપ્લિકેશન પણ હવે ઉપલબ્ધ છે અને તેના દ્વારા તાત્કાલિક મદદ પણ મળી શકે છે.
  • કેવી હોય છે 181 અભયમની ટીમ?

    181 અભયમની ટીમમાં 1 ડ્રાઇવર, 1 કાઉન્સેલર અને 1 મહિલા પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સ્થળ પર પહોંચતાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી માટે મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવે છે. કોલ કરનારની તમામ માહિતી પણ ગુપ્ત રાખવામાં આવે છે.

  • ગુજરાતમાં કુલ 47 રેસ્ક્યુ વાન

    181 અભયમમાં ગુજરાતમાં 47 રેસ્ક્યુ ગાડી ફાળવવામાં આવી છે. જેમાંથી 4 ગાડી અમદાવાદમાં પણ છે. 181 અભયમને કોલ મળ્યાં પછી જ સ્થળ પર જવા રવાના થાય છે અને તેમાં GPS સિસ્ટમ પણ રાખવામાં આવી છે. 181 અભયમની સુવિધામાં સમયાંતરે સુધારાવધારા પણ કરવામાં આવે છે. ટેકનોલોજી પ્રમાણે પણ નવા સુધારા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details