ગુજરાત

gujarat

ETV Bharat / city

અમેરિકી નાગરિકો સાથે થતી છેતરપિંડીને સાઈબર ક્રાઈમે આ રીતે અટકાવી

અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે બોગસ કૉલ સેન્ટરનો (Cyber Crime exposed Bogus Call Center) પર્દાફાશ કર્યો છે. આરોપી આ કૉલ સેન્ટરમાંથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી (Fraud with American citizens) કરતો હતો. તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી.

સાઈબર ક્રાઈમે ફરી એક વાર બોગસ કૉલ સેન્ટરનો કર્યો પર્દાફાશ
સાઈબર ક્રાઈમે ફરી એક વાર બોગસ કૉલ સેન્ટરનો કર્યો પર્દાફાશ

By

Published : Jun 25, 2022, 8:32 AM IST

Updated : Jun 25, 2022, 3:30 PM IST

અમદાવાદઃ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા (Fraud with American citizens) વધુ એક કૉલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે પોતાના ઘરમાં એકલા હાથે બોગસ કૉલ સેન્ટર (Cyber Crime exposed Bogus Call Center) ચલાવતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે આરોપી પાસેથી 19,00,000 રૂપિયા રોકડ સહિત 2 લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે. જે માહિતી પૂરી પાડતો હતો.

ન્યૂ મણિનગરમાં ચલાવતો હતો બોગસ કૉલ સેન્ટર

ન્યૂ મણિનગરમાં ચલાવતો હતો બોગસ કૉલ સેન્ટર - સાઈબર ક્રાઈમની ટીમે (Cyber Crime exposed Bogus Call Center) આરોપી કાર્તિગેયન ગૌવતમ્ પિલ્લઈની ધરપકડ કરી હતી. તે ન્યૂ મણિનગરના કર્ણાવતી રિવે નામના ફ્લેટમાં (Bogus Call Center in New Maninagar) રહેતો હતો. અહીંથી જ તે ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવતો હતો. કાર્તિગેયન છેલ્લા 9 મહિનાથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. આ અંગે સાયબર ક્રાઈમને (Fraud with American citizens) માહિતી મળતા તપાસ કરી હતી. આરોપી ટેક્ટ નાઉ નામની એપ્લિકેશન થકી લેન્ડિંગ ક્લબના નામે લોન આપવાના બહાને છેતરપિંડી કરતો હોવાનુ સામે આવ્યું છે. આથી પોલીસે 19,00,000 રૂપિયા રોકડા સાથે આ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો-અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમેરિકન નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

કરોડો રૂપિયાની છેતરપિંડી હોવાનું પોલીસને શંકા - આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ હતું કે, તે પેડેના નામે લોન આપવાના બહાને ગિફ્ટ કાર્ડ, ક્યૂઆર કોડ અને બિટકોઈન મારફતે નાણાં મેળવી છેતરપિંડી (Fraud with American citizens) કરતો હતો. આરોપી છેતરપિંડીના રૂપિયા આંગડિયા પેઢી કે પછી ચાઈનાથી હવાલારૂપે મેળવતો હતો. સાથે જ આરોપી પાસેથી મોટી માત્રામાં લીડ એટલે કે માહિતી મળી આવી છે. જે જોતા આ આરોપીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ માની રહી છે.

આ પણ વાંચો-International Call Center : ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી ભારતમાં કોલ આવતા હોવાનો ખુલ્લાસો

પોલીસે વધુ તપાસ શરૂ કરી - બોગસ કૉલ સેન્ટર ચલાવનારા આરોપીના મોબાઈલની તપાસ કરતા અન્ય આરોપીના માત્ર વર્ચ્યૂઅલ નંબર મળ્યા છે. એટલે આરોપી પાસે લીડ ક્યાંથી આવતી હતી. કોણ લાવતું હતું. સાથે જ આરોપીની સાથે કૉલ સેન્ટરના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તે અંગે તપાસ શરૂ કરી છે.

Last Updated : Jun 25, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details