ગુજરાત

gujarat

ETV Bharat / city

ના હોય, ATMથી પણ છેતરપિંડી થઈ શકે!, પોલીસે કર્યો પર્દાફાશ

અમદાવાદમાંથી સાઈબર ક્રાઈમની ટીમે ATM મશીન સાથે ચેડા (ATM machine tampering) કરી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી હતી. ટીમે બંને આરોપીને રિલીફ રોડ પરથી ઝડપી પાડ્યા (Cyber Crime Arrested Mewati Gang) હતા. તો આ આરોપીઓ કઈ રીતે છેતરપિંડી કરતા હતા અને શું હતી તેમની મોડસ ઓપરેન્ડી જોઈએ.

ના હોય, ATMથી પણ છેતરપિંડી થઈ શકે!, પોલીસે કર્યો પર્દાફાશ
ના હોય, ATMથી પણ છેતરપિંડી થઈ શકે!, પોલીસે કર્યો પર્દાફાશ

By

Published : Aug 8, 2022, 8:58 AM IST

Updated : Aug 8, 2022, 9:32 AM IST

અમદાવાદઃ રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા (Fraud cases increased in Ahmedabad) હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ATM મશીન સાથે ચેડા (ATM machine tampering) કરીને બેન્કો સાથે છેતરપિંડી કરતી મેવાતી ગેંગને (Cyber Crime Arrested Mewati Gang) સાયબર ક્રાઈમની ટીમે પકડી પાડી છે. સાયબર ક્રાઈમની ટીમે આરોપી રાહુલ સાજિદ ખાન અને મોહંમદ ઈલિયાસને રિલીફ રોડ પરથી ઝડપી પાડ્યા હતા.

બંને આરોપીઓ હરિયાણાના

આ પણ વાંચો-બુલડોઝરે ATMમાં ઘુસીને ખાતર પાડ્યું, વિડિયો થયો વાયરલ

આ હતી મોડસ ઓપરેન્ડી - આરોપીઓની મોડેસ ઓપરેન્ડિીની વાત કરીએ તો, આરોપીઓ ATM મશીન પાસે જઈને કાર્ડ સ્વાઈપ કરીને નાણાં ઉપાડતા અને એ નાણાં જેવા મશીનમાંથી (ATM machine tampering) બહાર આવે કે, તેઓ અડધા મશીનની અંદર અને અડધા મશીનની બહાર પકડીને ઊભા રહેતા હતા, જેથી મશીનનો ટાઈમ આઉટ થાય કે તરત જ નાણાં કાઢી લેતા હતા. આના કારણે બેન્કમાં આ નાણાં નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહીં (Fraud cases increased in Ahmedabad) અને બેન્કમાં આ બાબતે ફરિયાદ કરો તો 7 દિવસમાં જેતે બેન્ક એકાઉન્ટમાં નાણાં પરત મળી જાય ત્યારે આ રીતે બેન્ક સાથે છેતરપિંડી (ATM machine tampering) આચરતા હતા.

આ પણ વાંચો-ATMમાં પૈસા ઉપાડતી વખતે અજાણ્યો વ્યક્તિ મદદ કરવા આવે તો ચેતી જજો, નહીં તો...

બંને આરોપીઓ હરિયાણાના -આ બંને આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે બાતમીના આધારે બંનેને રિલીફ રોડ પાસેથી ઝડપી પાડ્યા (Cyber Crime Arrested Mewati Gang) હતા. ત્યારે આરોપીઓએ ખરેખર કેટલી બેન્કો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે હાલમાં પોલીસે બને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Aug 8, 2022, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details