- અમદાવાદ શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી
- તમામ પોલીસ સ્ટેશનમાં 200 ફૂડ પેકેટ અપાશે
- અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોલીસ પહોંચાડશે ફૂડ પેકેટ
- અમદાવાદમાં કરફ્યુનો આજે બીજો દિવસ
- લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને પોલીસનું સંયુક્ત આયોજન
અમદાવાદ કર્ફ્યૂ LIVE: કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસની કાર્યવાહી
12:03 November 22
અમદાવાદ શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી
06:37 November 22
શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.
06:26 November 22
અમદાવાદ કર્ફ્યૂ : જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ
કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે. ત્યારે આજે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા હતા. જોકે, કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે, ત્યાં સુધી રાત્રીના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રીના કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.