અમદાવાદ:કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર ખૂબ જ સતર્ક જણાઇ રહ્યું છે. એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં સતત સાફસફાઈ કરવામાં આવી રહી છે.
કોરોના વાયઈરસના વધતાં જોખમને પગલે AMTSની બસો સેનેટાઈઝ કરાઈ - એએમસી
કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સતર્કતા વરતી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં સતત સાફસફાઈ કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે, AMTS શહેરના હજારો લોકોને એકસ્થળેથી બીજાસ્થળે લઈ જવાનું કાર્ય કરી રહી છે. અત્યારે જ્યારે કોરોના વાઈરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે AMTSના અધિકારીઓએ બસને સેનેટાઈઝ કરવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત વિશિષ્ટ પ્રકારના કેમિકલથી બસના આંતરિક ભાગોને જંતુમુક્ત કરવામાં આવે છે. જેથી બસની અંદર સફર કરતાં મુસાફરો કોરોના જેવા ચેપી રોગોથી બચી શકે.આમ, કોરોના વાઈરસના વધતાં જોખમને અટકાવવા માટે અમદાવાદ તંત્ર સંતર્ક જોવા મળી રહ્યું છે.