ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ એરપોર્ટને મળ્યું ભારતમાં આઠમાં નંબરનું સ્થાન - flight

અમદાવાદઃ શહેર ખાતે એરપોર્ટ ઓથોરટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે અંગે અને હાલમાં એરપોર્ટ પર થઇ રહેલા કાર્યો અને નવા પ્રોજેક્ટ અંગે વાતચીત કરી હતી. આ પ્રસંગે અમદાવાદ એરપોર્ટ ડાયરેકટર મનોજ ગંગલ ઉપસ્થિત રહ્યાં હતા અને સવિસ્તાર માહિતી આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 24, 2019, 6:51 PM IST

Updated : Apr 24, 2019, 7:17 PM IST

અમદાવાદ એરપોર્ટ 3 અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ એન્વાયરમેન્ટ અને એમ્બિયનસ, શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે ભારતનું આઠમું સૌથી મોટું ભારતીય એરપોર્ટ બન્યું હતું.

અમદાવાદ એરપોર્ટને મળ્યું ભારતમાં આઠમાં નંબરનું સ્થાન

છેલ્લા એક વર્ષમાં પેસેન્જર અને ફ્લાઇટ ગ્રોથમાં વધારો થયો છે અને તેની સામે રેટ્સમાં ધટાડો કરાયો છે તથા પાર્કિંગ ચાર્જ ફ્રી તથા પિક અપ માટે આવેલા વાહન પાસે ફકત ૫૦ રૂપિયા ચાર્જ લેવાશે. એરપોર્ટની અંદર અને બહાર બંને તરફ હેરિટેજ સિટી દર્શાવતું ડિઝાઇન કરવામાં આવ્યું છે અને સુંદર અને શ્રેષ્ઠ ઇન્ટરીરિયર તૈયાર કરાયું છે. આવનારા સમયમાં અત્યાધુનિક સામાન ચેકીંગ માટે થ્રીડી સ્કેનર વિકસાવાશે.

ટર્મિનલ 1 પર 84.48 લાખ ટ્રાફિક રહ્યું હતું એટલે 15.35% ગ્રોથ રહ્યો હતો જ્યારે ટર્મિનલ 2 પર 26.91 લાખ ટ્રાફિક એટલે 45.41% ગ્રોથ રહ્યો હતો. ફલાઇટ રેટ્સમાં પણ ઘટાડો કરાયો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ બંને પેસેન્જરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે

આવનારા સમયમાં અમદાવાદ વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ બનશે તેમ એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Last Updated : Apr 24, 2019, 7:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details