અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે AIMIMએ પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયારીઓ બતાવી છે. જેને લઈને AIMIMની બેઠક મળી હતી. જાણવા મળ્યુ છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આવનારી વિધાનસભાની ચૂંટણી 2022માં AIMIM પક્ષ દ્વારા પાંચ વિધાનસભાની સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Threat to kill to AIMIM Leader : આ નેતાને મારી નાખવાની ધમકી, કયા પ્રકારની ધમકી અપાઇ જાણો
AIMIM પાર્ટીની વિધાનસભા ચૂંટણી માટે બેઠકો આવી બહાર કઈ જગ્યાએથી ચૂંટણી લડવાનું કર્યું એલાન જેમાં જમાલપુર, ખાડીયા, બાપુનગર, દરીયાપુર, વેજલપુર, દાણીલીમડા સીટો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. AIMIM મળેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ અમદાવાદના હોદ્દેદારો અમદાવાદ શહેરના પ્રમુખ તેમજ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલરો અમદાવાદ શહેરના સંગઠનના હોદ્દેદારો યુવા સંગઠનના હોદ્દેદારો તેમજ મહિલા પ્રમુખ અને મહિલા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મળતી માહીતી મુજબ જમાલપુર ખાડીયા સાબીર કાબલીવાલા મુસ્તાક ખાદીવાલા, બાપુનગર શાહનવાજખાન (સીબુ) પઠાણ, દરીયાપુર હસનલાલા પઠાણ, વેજલપુર એજાઝખાન પઠાણ સુહાના મન્સૂરી અને દાણીલીમડા કૌશિકા પરમાર નામ વિસ્તાર સુત્રો તરફથી સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો રાજ ઠાકરેએ કરેલા કટાક્ષ અંગે ઓવૈસીએ કહ્યું, એ કોણ છે, હું એમને નથી ઓળખતો, જ્ઞાનવાપી પર કહી આ મોટી વાત
અસદુદ્દીન ઔવેસી અમદાવાદની મુલાકાતે ઉલ્લેખનીય છે કે, AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી એપ્રિલમાં અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ ખાનપુર હોટલમાં આવનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા ઔવેસી અમદાવાદ આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પોઝિટિવ મુદ્દા અને સંપૂર્ણ વિઝન સાથે ચૂંટણી લડવા તેઓએ આહ્વાન કર્યું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં AIMIMનું પલડું કેટલું રહેશે કેવું રહેશે તે જોવું રહ્યું. Ahmedabad AIMIM party assembly seats Gujarat assembly election 2022 AIMIM 5 seats AIMIM meeting in Gujarat