અમદાવાદઃ રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એક માટે ખાનગી શાળાઓમાં પ્રવેશને લઇ તારીખો જાહેર કરવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ અંગે 29 ઓગસ્ટ સુધી જે અરજીઓ આવી હતી તેની ચકાસણી કર્યા બાદ તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે આરટીઇ હેઠળ કાયદાની જોગવાઈ પ્રમાણે ગરીબ પરિવારના બાળકો પાસે કોઈ પણ પ્રકારની શિક્ષણ સંસ્થા ફી ઉઘરાવી શકતી નથી તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યના જે ગરીબ પરિવારો તેમના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માગતા હોય તેઓ આરટીઇ હેઠળ અરજી કરી પોતાના બાળકને ખાનગી શાળાની અંદર અભ્યાસ કરાવી શકે છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ તમામ પ્રક્રિયાને online કરવામાં આવી હતી. જેમાં જે અરજીઓ આવી છે તેની ચકાસણી કર્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ, 18,000થી વધુ એપ્લિકેશન DEO કચેરીમાં સબમિટ
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ ફી પુસ્તકથી અને યુનિફોર્મનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં આરટીઇમાં પ્રવેશ માટે 29 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. કોરોનાવાઈરસની બીમારીના કારણે આ વખતે પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી. જેને લઇ હવે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જાણવા જેવું....
શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના બતાવી શાળામાંથી કાઢી મુકવામાં આવતા હોય છે. શાળાઓ દ્વારા બિનજરૂરી ખર્ચ બતાવીને વાલીઓને હેરાન કરવામાં આવે છે.છેલ્લા પાંચ વર્ષમાં 2.62 લાખ જેટલા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં જવાનો વારો આવ્યો હતો.વાલીઓને ભણતરનો ખર્ચ પોસાતો ન હોવાથી તેઓ બાળકોને આરટીઈ હેઠળ શાળામાં ભણવા મુકતા હોય છે. આરટીઈ હેઠળ પ્રવેશ લીધા બાદ ખાનગી શાળાઓ વારંવાર ફીની માગણી કરતા હોવાથી વાલીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.