અમદાવાદઃ જિલ્લામાં પોલીસે મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપ્યો છે. પોલીસે ચારેક લાખની 117 જેટલી દારૂની બોટલો સાથે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
અમદાવાદ: વિદેશી દારૂની હોમ ડિલિવરી કરનારો આરોપી ઝડપાયો
શ્રાવણ માસમાં દારૂ અને જુગારની રેલમછેલ થતી હોય છે ત્યારે અમદાવાદમાં પોલીસે મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપ્યો છે. પોલીસે ચારેક લાખની 117 જેટલી દારૂની બોટલો સાથે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
કમલેશ પટેલ નામનો આરોપી ગોતા વીર સાવરકર સરકારી ફ્લેટમાં મકાન રાખી દારૂનો જથ્થો સંતાડી રાખતો અને પોલીસને ગંધ ન આવે તે માટે સોલા ખાતે રહેતો હતો. જ્યારે પણ ગ્રાહકોના દારૂ માટે ફોન આવે તો માત્ર whatsapp ઉપર ફોન કરવાનું કહી ઓર્ડર લઇ અને સેલ્સમેન બની ડીલીવરી કરવા કમલેશ પટેલ પહોંચી જતો હતો.
પોલીસે બાતમીના આધારે બુટલેગર કમલેશ પટેલને ટુ વ્હીલર પર જતા રસ્તામાં જ રોકયો હતો અને તપાસ કરતા એક મોંઘી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગોતા પાસે એક ફ્લેટમાં વધુ મોંઘી દાટ દારૂની બોટલો સંતાડી છે. જે બાદ પોલીસે ફ્લેટમાં 117 જેટલી અલગ-અલગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી, સાડા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.