સોમવિલા લૂંટ કેસનો આરોપી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો
લોકડાઉનના કારણે સામાન્ય વર્ગના લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમદાવાદમાં એક યુવકની લોકડાઉનમાં નોકરી જતી રહેતાં 30,000નું દેવું થઈ ગયું હતું. જેના કારણે દેવું ચૂકવવા યુવકે છરીની અણીએ લૂંટ ચલાવી હતી જેની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારના સોમવિલા બંગલામાં 28 સપ્ટેમ્બરે ભરબપોરે લૂંટની ઘટના બની હતી જેમાં છરીની બતાવીને 52,000 રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. આ ચકચારી બનેલા ગુનાની તપાસ સોલા પોલીસ દ્વારા ચાલી રહી હતી ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી નીરવ પટેલની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેને MscIT સુધીનો અભ્યાસ કર્યો છે અને લોકડાઉનમાં નોકરી જતી રહી હતી જેથી 30,000 રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આરોપીએ પોતાના દૂરના કાકાના ત્યાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો જે પ્લાન તેણે વેબ સિરિઝ અને ક્રાઈમના પ્રોગ્રામ જોઈને બનાવ્યો હતો. તે થલતેજ પ્લાન મુજબ લૂંટ કરવા ગયો હતો પરંતુ તેને ઘર ન મળતાં અન્ય ઘરને ટાર્ગેટ કર્યું હતું.