ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ પર આક્ષેપ લગાવી પોસ્ટર લગાવતો અમદાવાદનો વેપારી, કેમ આમ કર્યું? - અમદાવાદ

સોમવારે સરસપુર અને કાલુપુર વિસ્તારમાં શહેરકોટડા પોલીસ પર આક્ષેપ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. જેમાં પીઆઇ અને અન્ય પોલીસકર્મી વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી જે દરમિયાન જાણવા મળ્યું હતું કે પોસ્ટર લગાવનારની ફૂલની દુકાન હતી જે પોલીસે બંધ કરાવતાં આક્ષેપ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં.

પોલીસ પર આક્ષેપ લગાવી પોસ્ટર લગાવતો અમદાવાદનો વેપારી, કેમ આમ કર્યું?
પોલીસ પર આક્ષેપ લગાવી પોસ્ટર લગાવતો અમદાવાદનો વેપારી, કેમ આમ કર્યું?

By

Published : Jul 28, 2020, 7:52 PM IST

અમદાવાદ: શહેરના કાલુપુર અને સરસપુર વિસ્તારમાં પીઆઇ અને 2 વહીવટદાર વિરુદ્ધ હપ્તા લઈને દુકાન 24 કલાક ચાલુ રાખવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પોલીસ ગરીબ લોકોને દંડા મારી લારી દુકાન બંધ કરાવે છે તેવું પોસ્ટરમાં લખ્યું હતું ઉપરાંત પોસ્ટર ભારતીય સામ્યવાદી પ્રજા નામના પક્ષનું મથાળું લગાવેલું હતું.

પોલીસ પર આક્ષેપ લગાવી પોસ્ટર લગાવતો અમદાવાદનો વેપારી, કેમ આમ કર્યું?
પોસ્ટર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આક્ષેપ કરનાર પુરાવા ન આપતા પોલીસની બદનક્ષી થાય તેમ હતું. જેથી આક્ષેપ કરનાર દિનેશ ચૌહાણ અને પોસ્ટર બનાવનાર સામે કાલુપુર અને શહેરકોટડા પોલીસ સ્ટેશન ગુનો નોંધ્યો હતો.શહેરકોટડા પોલીસે સમગ્ર મામલે અજય ચૌહાણ નામના આરોપીની ધરપકડ પણ કરી હતી. ધરપકડ બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લોકડાઉનનો અમલ કરાવતા પોલીસે અજય ચૌહાણ નામના આરોપીની ફૂલની દુકાન બંધ કરાવી હતી. જે બાદ આરોપીએ અંગત અદાવત રાખીને આ પોસ્ટર લગાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જે પક્ષના નામે પોસ્ટર લગાવ્યું હતું તે પક્ષમાં અજય ચૌહાણનો કોઈ હોદો નથી છતાં પક્ષમાં સહમંત્રી હોવાનું પોસ્ટરમાં ઉલ્લખ કર્યો છે.
પોલીસ પર આક્ષેપ લગાવી પોસ્ટર લગાવતો અમદાવાદનો વેપારી, કેમ આમ કર્યું?
હાલ પોલીસે પોસ્ટર લગાવનાર આરોપી અજય ચૌહાણની ધરપકડ કરી છે જ્યારે પોસ્ટર બનાવનારની ધરપકડ બાકી છે જે પોલીસ દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details