- અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના પદોની આવતીકાલે વરણી
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે 17 કાઉન્સિલરે ફોર્મ ભરી દાવેદારી નોંધાવી
- 12 સભ્ય પદ માટે 17 કોર્પોરેટરોએ ફોર્મ ભર્યાં
- તમામ કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત
અમદાવાદઃ સ્ટેન્ડિંગ કમિટી માટે 17 કાઉન્સિલરોએ 12 સભ્ય પદ માટે ફોર્મ ભર્યા છે. સ્ટેન્ડિંગ કમિટી માટે 17 કાઉન્સિલરે 12 સભ્યોની કમિટી માટે ફોર્મ ભર્યા છે. તો સાથે જ કોરોનાની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન થાય તે માટે ટાગોર હોલ ખાતે કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પ્રવેશ માટે તમામ કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. કોરોના ટેસ્ટ કરવ્યો હશે તો જ સભ્યને અંદર પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે તમામ કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે અને કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવશે તો જ સામાન્ય સભા માટે પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ આગામી 10 માર્ચે અમદાવાદને મળશે નવા મેયર