અમદાવાદમાં પણ આ ધારણામાં CAB નો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવે છે કે CAB બંધારણનું ઉલ્લંઘન છે. 14મી ડિસેમ્બરના રોજ દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોંગ્રેસના પાંચ લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ધરણામાં જોડાશે અને CABનો વિરોધ કરશે.
અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં
અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમ ખાતે કોંગી નેતાઓના દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થતા જ દેશભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યા છે.
શહેરના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં
કોંગ્રેસના આ ધરણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ તેમજ શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, કોંગ્રેસ દ્વારા નાગરિકતા બિલનું વિરોધ કરવામાં આવ્યો હતો.