અમદાવાદ: રમેશભાઈ એકટીવા લઈને આવી પહોંચ્યા હતા. તેમણે પેઢીમાંથી ચાર લાખ 99 હજાર પાંચસો રૂપિયા રોકડા લીધા હતા અને કપડાના રૂમાલ બાંધીને એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા.
અમદાવાદમાં ધોળા દિવસે સરનામું પૂછવાના બહાને પેઢીના કર્મચારી સાથે લૂંટનો બનાવ
અમદાવાદ શહેરના ઉસ્માનપુરામાં રમેશભાઈ પી. જૈન નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસે ફોન કંપનીમાં લોકર મેનેજર તરીકે નોકરી કરે છે. દરમિયાન તેમના શેઠે કંપનીમાંથી આવેલા પાંચ લાખ રૂપિયા લેવા માટે ઇસ્કોન આરકેટમાં આવેલ પીએમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા.
અમદાવાદમાં ધોળા દિવસે સરનામું પૂછવાના બહાને પેઢીના કર્મચારી સાથે લૂંટનો બનાવ
તે દરમિયાન તેઓ તેમની ઓફિસમાં એકટીવા પાર્ક કરીને ઊભા હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને ચીનુભાઇ ટાવર તરફ જવાનો રસ્તો પૂછીને વાતોમાં પરોવી રાખ્યા હતા. બાદમાં બંને શખ્સો ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ રમેશભાઈએ જોયુ તો ડેકીમાંથી રૂપિયા ગુમ હતા. તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.