- આજથી ધોરણ 12ના ઓફલાઇન વર્ગો શરૂ
- કોરોના ગાઈડલાઈન પ્રમાણે વર્ગો શરૂ કરાયાં
- પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
- સ્કૂલ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી
અમદાવાદઃ Corona's second wave બાદ સ્કૂલો ખોલવામાં આવી રહી છે ત્યારે સ્કૂલો પણ કેટલીક તકેદારી રાખી રહી છે જેમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ પહેલા થર્મલ ગનથી તેમજ સેનેટાઈઝર કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસે વાલીની સંમતિ સાથેનો પત્ર છે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે જે વિદ્યાર્થીઓ પાસે વાલીઓની સંમતિ નથી તે વિદ્યાર્થીઓને સ્કૂલેથી પરત મોકલવામાં આવે છે. જ્યારે સ્કૂલોમાં એક વર્ગખંડમાં 25 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે પરંતુ આજે પ્રથમ દિવસ હોવાથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે ત્યારે તેના લીધે બે વર્ગખંડો મર્જ કરીને ભણાવવામાં આવી રહ્યાં છે.
વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા
વિદ્યાર્થી સાથેની વાતચીતમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે દોઢ વરસ બાદ, Corona's second wave બાદ અમે સ્કૂલે આવ્યાં તેની અમને ઘણી ખુશી છે ત્યારે દોઢ વર્ષ બાદ અમે શિક્ષકો અને પોતાના મિત્રોને ફેસ ટુ ફેસ મળ્યા છીએ. ત્યારે ઓનલાઇન અભ્યાસ કરતા અમને ઓફલાઈન અભ્યાસમાં વધારે મજા આવે છે કારણકે ઓનલાઇન અભ્યાસમાં ટેકનીકલ ખામીને કારણે અમને યોગ્ય શિક્ષણ મળી રહેતું ન હતું. પરંતુ ઓફલાઈન શિક્ષણથી અમને કોઈપણ સમસ્યા હોય તો અમે સીધું જ પૂછી શકીએ છે. ત્યારે આ મામલે સ્કૂલ પ્રશાસન સાથે વાત કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા અમે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને કોઈપણ વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તેમજ તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ અમે કરીએ છીએ.